ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : BJP નાં મુખ્ય પ્રવક્તાને દિવાળીનાં તુરંત બાદ મળી મોટી જવાબદારી

ગુજરાતનાં ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક ગુજરાત ભાજપનાં મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની નિમણૂક કરાઈ યમલ વ્યાસે 16 માં નાણા પંચનું પ્રતિનિધિત્વ કર્યું હતું Gandhinagar : ગુજરાતનાં ચોથા નાણાપંચનાં અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની (Yamal Vyas) નિમણૂક કરવામાં આવી...
02:35 PM Nov 04, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. ગુજરાતનાં ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક
  2. ગુજરાત ભાજપનાં મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની નિમણૂક કરાઈ
  3. યમલ વ્યાસે 16 માં નાણા પંચનું પ્રતિનિધિત્વ કર્યું હતું

Gandhinagar : ગુજરાતનાં ચોથા નાણાપંચનાં અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની (Yamal Vyas) નિમણૂક કરવામાં આવી છે. યમલ વ્યાસ ગુજરાત ભાજપનાં (Gujarat BJP) મુખ્ય પ્રવક્તા છે. રાજ્ય સરકારે યમલ વ્યાસની નિમણૂક કરીને દિવાળી તુરંત બાદ તેમને મોટી જવાબદારી સોંપી છે. જો કે આ પદ બંધારણીય હોવાથી યમલ વ્યાસે પ્રવક્તા અને પાર્ટીનાં સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડશે.

આ પણ વાંચો - Surat : જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અને...

ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક

ગુજરાત નાણાપંચના અધ્યક્ષ પદને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ભાજપનાં (BJP) મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી સોંપી છે. સરકારે યમલ વ્યાસની ચોથા નાણાપંચના (Fourth Finance Commission of Gujarat) અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. યમલ વ્યાસ ભાજપનાં સિનિયર નેતા છે અને મુખ્ય પ્રવક્તા પણ છે. જણાવી દઈએ કે, જ્યારે 16 મું નાણાપંચ ગુજરાત આવ્યું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી યમલ વ્યાસ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Anand : વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવકની આત્મહત્યા, પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

યમલ વ્યાસને પ્રવક્તા, પાર્ટીનાં સભ્ય પદેથી રાજીનામું આપવું પડશે

જો કે, હવે નાણાપંચના અધ્યક્ષની જવાબદારી મળતા યમલ વ્યાસે (Yamal Vyas) ભાજપનાં મુખ્ય પ્રવક્તા તરીકે અને પાર્ટીનાં સભ્ય તરીકે રાજીનામું આપવું પડશે. કારણ કે ચોથા નાણાપંચના અધ્યક્ષની જગ્યા બંધારણીય હોવાથી આ રાજીનામું આપવું પડશે. ગુજરાતનાં ચીફ સેક્રેટરી રાજકુમાર (Rajkumar) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી (Gandhinagar) આપવામાં આવી છે.

આ પણ વાંચો - ​​Surat : આશીર્વાદ મહોત્સવમાં CR પાટીલે કહ્યું - જળસંચય માટે જનભાગીદારીએ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ..!

Tags :
6th Finance Commission of gujaratBJPBreaking News In GujaratiChief Secretary of GujaratChief Spokesperson of Gujarat BJPFourth Finance Commission of GujaratGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRajkumarstate governmentYamal Vyas
Next Article