Gandhinagar : વિપક્ષે સરકાર પર કર્યા પ્રહાર, કોર્ટમાંથી ફાઈલ ગુમ થવા મામલે ધારાસભ્ય-મંત્રી આમને સામને
- ગૃહમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો મામલો ચર્ચાયો
- આરોગ્ય કર્મચારીઓની વાત વ્યાજબીઃ વિપક્ષ
- રાધનપુર કોર્ટમાંથી 17 ફાઈલ ગુમ થઈઃ કિરીટ પટેલ
- વિધાનસભા ગૃહમાં ધારાસભ્યએ માણી મીઠી નીંદર
આરોગ્ય કર્મચારીઓ માગ સ્વીકારી આંદોલનનો અંત લાવો : અમિત ચાવડા
આજે ગૃહમાં આરોગ્ય વિભાગના માગણીઓ પર ચર્ચા ચાલી હતી. કોરોનાના સમયમાં સહિત અનેક વિકટ પરિસ્થિતિઓ કામ કરતા આરોગ્ય કર્મચારી હડતાળ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગના કર્મચારીઓ રાજ્યના લોકોને કોરોના માં બચાવવા કામ કર્યું છે છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માગ પૂરી કરાઈ નથી. સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારી 9 દિવસ થી આંદોલન કરી રહ્યા છે. સરકાર ના પેટ નું પાણી હલતું નથી. સરકાર આરોગ્ય કર્મચારી સાથે વાત કરવા તૈયાર નથી. સરકાર નવા અંગ્રેજો ની જેમ કાયદા લાગુ કરી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આરોગ્ય કર્મચારીઓની માગ વ્યાજબી છે. સરકાર તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે. અમે આરોગ્ય કર્મચારીઓ ની માગને સમર્થન આપીએ છીએ. રાજ્યમાં હાલ આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે. આરોગ્ય કર્મચારીઓ માગ સ્વીકારી આંદોલનનો અંત લાવો.
આ પણ વાંચોઃ Gandhinagar : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં કલાકારો આ તારીખે લેશે વિધાનસભા ગૃહની મુલાકાત
કોંગ્રેસના MLA કિરીટ પટેલે કહ્યું, હું પુરાવા આપીશ
પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે પણ મોટો આરોપ મુક્યો હતો. જેમાં રાધનપુર કોર્ટમાંથી 17 ફાઈલ ગુમ થયાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મંત્રી પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને જવાબ આપ્યો હતો. આ બાબતે મંત્રીએ જણાવ્યું હતું કે, કોર્ટ અંગે પુરાવા વિના વાત કરવી યોગ્ય નથી.જેના જવાબમાં કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, હું પુરાવા આપીશ.
આરોગ્યકર્મીઓની માગણીની કિરીટ પટેલે ગણાવી યોગ્ય
આરોગ્યકર્મીઓની હડતાળને કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. પાટણનાં કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પડેલે સમર્થન આપ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલે ઉલ્લેખ કર્યો હતો કે, આરોગ્ય વિભાગની માંગણી પર ચર્ચા દરમ્યાન ઉલ્લેખ કર્યો હતો. તેમજ આરોગ્ય કર્મીઓની માંગણીને કિરીટ પટેલે યોગ્ય ગણાવી હતી. તેમજ ગ્રામીણ વિસ્તારમાં સ્થિતિ કથળી હોવાનો પણ દાવો કર્યો હતો. આઉટ સોર્ટિંગની અંદર ગેરરીતિઓ ચાલે છે. તેમજ ધારપુર હોસ્પિટલમાં ભૂતિયા કર્મચારીઓ છે.
આ પણ વાંચોઃ Gondal : માર્કેટિંગ યાર્ડ જતાં ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકો માટે મહત્ત્વનાં સમાચાર
ધારાસભ્યએ ગૃહમાં માણી મીઠી નીંદર
વિધાનસભા હૃહમાં ધારાસભ્ય મીઠી નીંદર માણતા કેમેરામાં ઝડપાઈ જવા પામ્યા હતા. ઉમરેઠનાં ધારાસભ્ય ગોવિંદ પરમાર ગૃહમાં ઉંઘી ગયા! ગૃહની ચાલુ કામગીરી દરમ્યાન ધારાસભ્ય ઘસઘસાટ ઉંઘતી ઝડપાયા હતા. ગૃહમાં આરોગ્ય વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. તે દરમ્યાન ધારાસભ્ય ગોવિંદ પરમાર ઘસઘસાટ ઉંઘેલા ઝડપાઈ ગયા હતા.
સાંસદોનાં પગાર વધતા હોય તો આરોગ્ય કર્મચારીઓનાં કેમ નહી!
આપનાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ કર્મચારીઓની હડતાળનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ચર્ચાયો હતો. આપનાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુદ્દો ઉઠાવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર બેઠા છે. સાંસદોનાં પગાર 24 ટકા વધી જતાં હોય તે આરોગ્ય કર્મચારીઓનાં પગાર કેમ ન વધે.
સરકાર આવા બાળકોને દત્તક લેઃ વિમલ ચુડાસમા
વિમલ ચુડાસમાએ આરોગ્યની માંગણી પર ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, સોમનાથ વિધાનસભામાં ભાલકા ગામ અને ચોરવાડામાં sma 1 ટાઈપની બીમારી 2 બાળકોને છે. જેનાં 16 કરોડનાં ઈન્જેક્શનની જરૂર છે. જો ન મળે તો 10 મહિનામાં તેનું મોત થઈ શકે. ગોંડલનાં એક બાળકને જરૂર હતી. તેને આ ઈન્જેક્શન મળ્યું અને તે આજે સ્વસ્થ છે. સરકારને વિનંતી કરી છે, કે રાજ્યમાં આવા બાળકોને સરકાર દત્તક લે અને જરૂરી સારવાર પૂરી પાડે તેમજ પંચાયતનાં કર્મચારી જે હડતાળ પર છે તેની સાથે મુલાકાત કરી તેની માંગનું નિરાકરણ લાવવું જોઈએ.
આ પણ વાંચોઃ Gujarat : વહીવટમાં ઝડપી ગતિશીલ અને પારદર્શી કાર્યસંસ્કૃતિનું વધુ એક ઉદાહરણ