Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : BJP નાં તમામ ધારાસભ્યો, સાંસદોને અચાનક કમલમનું તેડું! CR પાટીલ સાથે બેઠક

Gandhinagar માં કમલમ્ ખાતે આજે BJP ની મહત્ત્વની બેઠક સાંજે 4 વાગ્યે CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક ભાજપનાં તમામ ધારાસભ્યો, સાંસદોને હાજર રહેવા તેંડુ કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આમંત્રણ અપાયાની માહિતી આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે ભારતીય જનતા...
gandhinagar   bjp નાં તમામ ધારાસભ્યો  સાંસદોને અચાનક કમલમનું તેડું  cr પાટીલ સાથે બેઠક
  1. Gandhinagar માં કમલમ્ ખાતે આજે BJP ની મહત્ત્વની બેઠક
  2. સાંજે 4 વાગ્યે CR પાટીલની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
  3. ભાજપનાં તમામ ધારાસભ્યો, સાંસદોને હાજર રહેવા તેંડુ
  4. કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આમંત્રણ અપાયાની માહિતી

આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે ભારતીય જનતા પાર્ટીનાં (BJP) પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મહત્ત્વની બેઠક મળવાની છે. આ બેઠક સાંજે 4 વાગ્યે મળશે, જેમાં ભાજપનાં તમામ ધારાસભ્યો, સાંસદોને ફરજિયાત હાજર રહેવા તેડું અપાયું છે. સાથે જ કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આ બેઠકમાં ઉપસ્થિતિ રહેવા માટે આમંત્રિત કરાયા હોવાની માહિતી છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની (C R Patil) અધ્યક્ષતામાં યોજાશે.

Advertisement

આ પણ વાંચો - Aravalli : રામપુરી ગામે મોડી રાતે ઘરમાં સૂતી હતી મહિલા, અચાનક આવ્યો અજાણ્યો શખ્સ અને...!

Advertisement

CR પાટીલની અધ્યક્ષતામાં કમલમ્ ખાતે મહત્ત્વની બેઠક

ગાંધીનગર ખાતે આવેલા ભાજપનાં (BJP) પ્રદેશ કાર્યાલય (Kamalam) ખાતે પાર્ટીની આજે મહત્ત્વની બેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટિલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે, જેમાં પાર્ટીનાં તમામ ધારાસભ્યો, સાંસદોને ફરજિયાત હાજર રહેવા કહેવાયું છે. સાથે જ કેટલાક પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા ભાજપનાં 'સદસ્યતા અભિયાન' અંગે ચર્ચા કરાશે એવા અનુમાન છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : તંત્ર અને કોન્ટ્રાક્ટરનાં પાપે 3 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો! પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ

'સદસ્યતા અભિયાન' અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા!

માહિતી મુજબ, કમલમ્ ખાતે યોજાનાર બેઠકમાં સદસ્યતા અભિયાનને (Sadasyata Abhiyan) લઈ તમામ નેતાઓને વધુ ઝડપી ગતિએ કામ કરવા આહ્વાન કરાશે. સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરી મહત્ત્વનાં નિર્ણય લેવાઈ શકે છે. આજે ગાંધીનગરમાં (Gandhinagar) યોજાનાર સત્તારૂઢ પાર્ટી ભાજપની આ બેઠક પર સૌની નજર છે.

આ પણ વાંચો - GST સંબંધિત છેતરપિંડીની તપાસ માટે રાજ્યભરના 14 સ્થળોએ Crime Branch ના દરોડા

Tags :
Advertisement

.