Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ANAND : ઐયાશ નબીરાએ 4 માસૂમના લીધા ભોગ

ANAND: થોડા મહિલા પહેલા જ અમદાવાદમાં તથ્ય પટેલે મોટો અકસ્માત સર્જ્યો હતો. હવે આવો જ એક અકસ્માત આણંદ (ANAND) માં પણ સામે આવ્યો છે. આણંદ (ANAND) શહેરથી અડીને આવેલા નાવલી ગામ પાસે ગુરુવારે એક બેફામ ચાલી રહેલી ગાડીએ ગમખ્વાર અકસ્માત...
08:18 PM Feb 06, 2024 IST | Maitri makwana

ANAND: થોડા મહિલા પહેલા જ અમદાવાદમાં તથ્ય પટેલે મોટો અકસ્માત સર્જ્યો હતો. હવે આવો જ એક અકસ્માત આણંદ (ANAND) માં પણ સામે આવ્યો છે. આણંદ (ANAND) શહેરથી અડીને આવેલા નાવલી ગામ પાસે ગુરુવારે એક બેફામ ચાલી રહેલી ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફૂલ સ્પીડમાં આવી રહેલી ગાડીએ 7 જણાને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 જિંદગીઓ હોમાઈ ગઈ છે.

હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના આણંદમાં સામે આવી

ગુજરાતના ઇતિહાસમાં ઘણા બધા અકસ્માતો એવા બન્યા છે જે માનવ મન પર ઘેરી છાપ છોડી ગયા છે. આવો જ એક ગોઝારો અકસ્માત અમદાવાદના એસ જી હાઇવે પર તથ્ય પટેલ નામના નબીરા દ્વારા સર્જાયો હતો. ત્યારે હવે આવી જ હૃદય દ્રવી ઉઠે તેવી ઘટના આણંદ (ANAND) જિલ્લામાં પણ સામે આવી છે. જ્યાં એક ઐયાશ નબીરાએ નાવલી ગામ નજીક અકસ્માત સર્જીને 4 જિંદગીઓનો ભોગ લીધો છે. આ નબીરાની ઐયાશીના કારણે માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે.

અકસ્માતો અટકાવવા માટે ક્યારે પગલાં લેવામાં આવશે?

એક સળગતો પ્રશ્ન એ થાય છે કે કયાર સુધી આવ્યા નબીરાઓની ઐયાશીના કારણે કોઈક ના જીવ જોખમમાં મુકત રહેશે? સવાલ એ પણ ઊભો થાય છે કે ક્યારે આ નબીરાઓને કડક સજા મળતી થશે? ક્યારે આ નબીરાઓ તેમની જવાનીના જોશમાં લોકોના જીવ જોખમે મુકતા બંધ કરશે કે કેમ? ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે ત્યારે મોટો સવાલ એ પણ છે કે તંત્ર દ્વારા આવા અકસ્માતો અટકાવવા માટે ક્યારે પગલાં લેવામાં આવશે?

નબીરાએ નશાની હાલતમાં બેફામ અકસ્માત સર્જ્યો

નાવલી ગામ નજીક રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં આ જેનીશ પટેલ નામના નબીરાએ 3 જેટલા બાઇકને અડફેટે લીધા હતા. જેમાં 7 લોકોને ઇજા પહોંચી હતી. જેમાં 4 જીંદગીની જ્યોત બુઝાઈ ગઈ હતી. જેનીશ પટેલ નામના નબીરાએ નશાની હાલતમાં બેફામ અકસ્માત સર્જ્યો હતો.

અમદાવાદના તથ્ય કાંડની યાદો તાજી થઈ ગઈ

મળતી માહિતી અનુસાર, નાવલી - નાપાડ દહેમી પાસે ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનીશ પટેલે બેફામ ગાડી હાંકીને 7 વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, અને 2 વ્યક્તિઓએ બાદમાં દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે અમદાવાદના તથ્ય કાંડની યાદો તાજી થઈ ગઈ છે.

IPC કલમ 304 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

ઘટનાને પગલે પોલીસ દ્વારા સહકારી આગેવાનના પુત્ર જેનીશ પટેલની સામે IPC કલમ 304 (સાપરાધ માનવ વધ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નાપાડ ગામના સહકારી આગેવાના પુત્ર જેનીસ પટેલ આગામી દિવસોમાં લંડન અભ્યાસ અર્થે જવાનો હતો. જેથી શુક્રવાર રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરવા માટે આણંદ (ANAND) તરફ ગયો હતો. ત્યારે પાર્ટી કર્યા પછી પરત ફરતી વખતે નાપાડ - નાવલી રોડ દહેમી પાસે 3 બાઈકો જતાં હોવા છતાં અર્ટિગા ગાડીને બ્રેક મારીને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. આ નબીરાએ એક પછી એક 3 બાઇકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. જેમાં અરવિંદ ઉર્ફે પિન્ટો, અંકિતા વાલજી બલદાશિયા, જતીન લાલજી તડિયા અને ભરત પરમારનો સમાવેશ થાય છે.

નબીરો છેલ્લા કેટલાંક સમયથી બેફામ બન્યો હતો

થોડા સમય બાદ લંડન જવાનો હોવાથી જેનીશ પટેલ છેલ્લા કેટલાંક સમયથી બેફામ બન્યો હતો. ગુરુવારે પાર્ટી કરીને પરત ફરતા જેનીશ પટેલ નશામાં હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસે જેનીશ પટેલની ખાનગી હોસ્પિટલ બહારથી અટકયત કરી છે, અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારબાદ વધુ માહિતી જાણવા મળી આવશે.

વિધાર્થીનું આકસ્મિક સંજોગોમાં દર્દનાક મોત નિપજ્યું

આ ગમખ્વાર અકસ્માતમાં સાથે ભણતા વિધાર્થીનું આકસ્મિક સંજોગોમાં દર્દનાક મોત નિપજ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથીક કોલેજ કે જ્યાં મૃતક વિદ્યાર્થીઓઓ ભણતા હતા. ત્યાંના સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં બેનર તથા પોસ્ટર સાથે મૃતકોને શાંતિ પૂર્ણ રીતે મૌન શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

અકસ્માત સમયે નશાની હાલતમાં હતો તેવો આક્ષેપ

આણંદ (ANAND) માં કોલેજના પાછળના ભાગે રોકડીયા હનુમાન મંદિર પાસે એકઠા થયેલા વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી કે અકસ્માત સર્જનાર જેનીશ પટેલને ફાંસી આપવામાં આવે અને સરકાર દ્વારા કડક સજા ફટકારવામાં કોઈ કસર ના રાખવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હતો તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

હિટ એન્ડ રન કેસમાં શું પગલાં ભરવામાં આવશે!

હવે જોવાનું રહ્યું કે, સરકાર દ્વારા આ આ હિટ એન્ડ રન કેસમાં શું પગલાં ભરવામાં આવશે! અહીં પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળે મૃત્યુ પામનાર અરવિંદ ઉર્ફે પિન્ટો જેના ખિસ્સામાંથી 5 જીવતી કારતુસ મળી આવી હતી. જેથી આણંદ જિલ્લા પોલીસે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં કડકમાં કડક કાર્યવાહી

આણંદ જિલ્લા પોલીસ વડા અતુલ બંસલે આ મામલે કહ્યું કે ,આરોપી ભારતીય નાગરીક છે અને અભ્યાસ કરવા વિદેશ જવાનો હતો. આ ડ્રીંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાઇન્ટીફીક રીતે સમગ્ર ઘટનામાં પુરાવા એત્રીત કરાશે. તેમણે કહ્યું કે હું લોકોને ભરોસો અપાવું છું કે આવા કેસમાં કડક કાર્યવાહી કરાશે અને લોકો પણ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે.

આ પણ વાંચો - આણંદ: બેફામ ગાડી ચલાવનારા સામે કડક કાયદો બનાવવા ઉઠાવી માંગ

Tags :
AccidentAnandCar AccidentGujaratGujarat FirstGUJARAT FIRST NEWSJENISH PATELmaitri makwanaNAVLITathya PatelTathya Patel Accident
Next Article