Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gautam Gambhir Fraud Case: ગૌતમ ગંભીરને મોટો ઝટકો, છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ

Gautam Gambhir Fraud Case:ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ફ્લેટ ખરીદનારાઓ સાથે છેતરપિંડીના કેસ(Gautam Gambhir Fraud Case)માં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે
gautam gambhir fraud case  ગૌતમ ગંભીરને મોટો ઝટકો  છેતરપિંડી કેસમાં થશે નવી તપાસ
Advertisement
  • ભારતીય ક્રિકેટ ટીમના કોચની વધુ મુશ્કેલી
  • દિલ્હીની એક કોર્ટે ફ્લેટમાં થઈ છેતરપિંડી
  • ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો

Gautam Gambhir Fraud Case:ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની એક કોર્ટે ફ્લેટ ખરીદનારાઓ સાથે છેતરપિંડીના કેસ(Gautam Gambhir Fraud Case)માં નવેસરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ ગૌતમ ગંભીર અને અન્ય આરોપીઓને નિર્દોષ છોડવાના આદેશને ફગાવી દેવામાં આવ્યો છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગાનેએ ગૌતમ ગંભીર અને અન્યને નિર્દોષ જાહેર કરવાના મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને રદ્દ કર્યો છે. તેમને કહ્યું કે આ આરોપો ગૌતમ ગંભીરની ભૂમિકાની વધુ તપાસ કરવા માટે પૂરતા છે.

Advertisement

Advertisement

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, ફ્લેટ ખરીદનારાઓએ રિયલ એસ્ટેટની અનેક કંપનીઓ અને ગૌતમ ગંભીર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. ગૌતમ ગંભીર સંયુક્ત સાહસના ડાયરેક્ટર અને બ્રાન્ડ એમ્બેસેડર હતા.

આ પણ  વાંચો -IPL 2025: શું ફરી બનશે વિરાટ કોહલી RCBનો કેપ્ટન! આવ્યુ મોટુ અપડેટ

આ એક વિવાદાસ્પદ પ્રોજેક્ટ હતો

તમને જણાવી દઈએ કે 2011માં ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં 'સેરા બેલા' નામના પ્રોજેક્ટનું પ્રમોશન અને જાહેરાત કરવામાં આવી હતી, જેનું નામ 2013માં બદલીને 'પાવો રિયલ' કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદીઓનું કહેવું છે કે તેઓએ જાહેરાતો અને બ્રોશર જોઈને ફ્લેટ બુક કરાવ્યા હતા અને 6 લાખથી લઈને 16 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવી હતી. તેમ છતાં આ પ્લોટ પર કોઈ માળખાકીય સુવિધા કે વિકાસની કામગીરી કરવામાં આવી નથી. જ્યારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 2016માં પણ કોઈ વિકાસ થયો ન હતો.

આ પણ  વાંચો -INDW vs NZW:ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે જીતી સિરીઝ,સ્મૃતિ-હરમને મચાવી ધૂમ

કોર્ટે આ વાત કહી

જજે કહ્યું કે ગૌતમ ગંભીર એકમાત્ર એવો આરોપી હતો, જેણે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડાયરેક્ટર્સ સાથે સીધો સંપર્ક કર્યો હતો. પરંતુ બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશથી રૂદ્ર બિલ્ડવેલ રિયલ્ટી પ્રા. લિ. કંપનીએ રૂ. 6 કરોડ ચૂકવ્યા હતા અને કંપની પાસેથી રૂ. 4.85 કરોડ મેળવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ ન હતો. કોર્ટે કહ્યું કે એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શું છેતરાયેલી રકમનો કોઈ હિસ્સો ગંભીરના હાથમાં આવ્યો છે?

Tags :
Advertisement

Trending News

.

×