Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Aditya L1 નો ચોથો તબક્કો પણ સફળ, PM મોદી સહિત અનેક નેતાઓએ ISRO ને શુભકામનાઓ પાઠવ્યા

ભારત ઝડપથી સ્પેસ પાવર બની રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ, ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 મિશન શરૂ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ...
aditya l1 નો ચોથો તબક્કો પણ સફળ  pm મોદી સહિત અનેક નેતાઓએ isro ને શુભકામનાઓ પાઠવ્યા

ભારત ઝડપથી સ્પેસ પાવર બની રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ, ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 મિશન શરૂ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-L1 નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. મિશન સફળતા પૂર્વક લોન્ચ થવા બદલ અનેક મોટા નેતાઓએ ISRO ને શુભકામનાઓ આપી છે.

Advertisement

PM Modi એ શુભેચ્છાઓ પાઠવી

ISRO એ આજે ​​સફળતાપૂર્વક સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું છે. પીએમ મોદીએ આ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોસ્ટ કર્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય L1ના સફળ પ્રક્ષેપણ પર અમારા ISRO વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજણ વિકસાવવા માટે અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.

Advertisement

ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા હતા

ISROનું સૂર્ય મિશન આદિત્ય L1 આજે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી.

લોન્ચિંગ બાદ 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા

ISROના સૂર્ય મિશન આદિત્ય L1ના પ્રક્ષેપણને જોવા માટે શ્રીહરિકોટામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોન્ચ થતાં જ લોકોએ ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા હતા.

Advertisement

આદિત્ય-L1 : PSLV નું વિભાજનનો ત્રીજો તબક્કો પૂર્ણ

આદિત્ય L1 ના પ્રક્ષેપણ બાદ સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં વૈજ્ઞાનિકો ખૂબ જ ખુશ દેખાતા હતા. જાણી લો કે PSLVના અલગ થવાનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.

આ પણ વાંચો : Aditya L1 Launch : અવકાશમાં ભારતની ‘Sunshine’ મોમેન્ટ, આદિત્ય L1 PSLV રોકેટથી અલગ થઈને સૂર્ય તરફ પ્રયાણ કર્યું

Tags :
Advertisement

.