Surat: ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ચાલુ પ્રસંગ દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. મળતી વિગતો પ્રમાણે ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર (POP structure) તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોંધનીય છે કે, સુરતની પાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલમાં કોઈ પ્રસંગ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી, જેમાં ચાર લોકો ઇર્જાગ્રત થયા છે.
પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા
નોંધનીય છે કે, ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર (POP structure) તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. ‘સુરત મહાનગરપાલિકામાં દીવા તળે અંધારા જેવો ઘાટ’ જેવી ઘટના સર્જાઈ છે. નોંધનીય છે કે, પાલિકાનો કોમ્યુનિટી હોલ છતાં મેઇન્ટેનન્સનો અભાવ જોવા મળ્યો છે.
મહાનગરપાલિકાના Community Hall પણ સુરક્ષતિ નથી!
Suratના Khatodara વિસ્તારમાં આવેલ Community Hallમાં POP સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત #Surat #khatodara #CommunityHallCollapse #POPStructureFall #InjuredInSurat #SafetyConcerns #SuratNews #MaintenanceIssues #PublicSafety… pic.twitter.com/O43tOoTBOO
— Gujarat First (@GujaratFirst) June 30, 2024
મેન્ટેનન્સના અભાવે ઘટના બની હોવાનું અનુમાન
મહત્વની વાત છે કે, પાલિકાની બેદરકારી અને મેન્ટેનન્સના અભાવે ઘટના બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત એક મહાનગરપાલિકા (Surat Municipal corporation) છે છતાં પણ આવી રીતે બેદરકારી ભરી ઘટનાઓ બની છે. જેથી લોકોની સુરક્ષા અંગે પાલિકાની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. જો આ ઘટનામાં કોઈનો જીવ ગયો હોત તો આખરે જવાબદાર કોણ? દર વખતે પાલિકાના પાપે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.