UK ના પૂર્વ વડાપ્રધાન Boris Johnson એક નવા અવતાર જોવા મળશે
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન હવે એક નવા અવતાર જોવા મળશે. મળતી માહિતી અનુસાર, તેમને એક નવી નોકરી મળી છે. જીહા, બોરિસ જોનસન ટૂંક સમયમાં ટીવી સ્ક્રીન પર સમાચાર કહેતા જોવા મળશે. જણાવી દઈએ કે GB ન્યૂઝ બ્રિટનનું જાણીતું ન્યૂઝ પ્લેટફોર્મ છે. જ્યાં બ્રિટિશ રાજનીતિ સાથે જોડાયેલા દરેક નાના-મોટા સમાચારો વિગતવાર જણાવવામાં આવે છે. જણાવી દઈએ કે તેમણે પોતે પોતાની નવી ઈનિંગ વિશે માહિતી આપી છે. આ પહેલા તેઓ ડેઈલી મેઈલ માટે સમકાલીન મુદ્દાઓ પર લખતા હતા.
બોરિસ જોન્સન બનશે જર્નાલિસ્ટ
બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સન જલ્દી જ નવી ભૂમિકામાં જોવા મળશે. બોરિસ જોન્સન પોતે શુક્રવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, હું ચેનલ સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સુક છું. તે ચેનલ પર પ્રસ્તુતકર્તા તરીકે જોવા મળશે. રાજકારણમાં પ્રવેશતા પહેલા બોરિસે પત્રકાર તરીકે કામ કર્યું હતું. જણાવી દઈએ કે આ વર્ષે બોરિસ જોન્સને સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. GB ન્યૂઝમાં ટીવી પ્રસ્તુતકર્તા તરીકે બોરિસ જોન્સન યુકે અને યુએસની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. દરમિયાન, બોરિસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે તેમની નવી ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઇએ કે, ભૂતકાળમાં તેઓ એક્સ પર બ્રિટિશ રાજકારણ સાથે સંબંધિત દરેક નાના-મોટા મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રહ્યા છે.
બોરિસ જોન્સન ચેનલ સાથે જોડાવવા ઉત્સુક
બોરિસ જોન્સને કહ્યું, “હું આ અદ્ભુત નવી ટીવી ચેનલને રશિયાથી ચીન સુધી, યુક્રેનમાં યુદ્ધ, અમે તે તમામ પડકારોનો કેવી રીતે સામનો કરીએ છીએ તે અંગે અમારા માટે આગળની વિશાળ તકો વિશે મારા સ્પષ્ટ અભિપ્રાયો આપવા જઈ રહ્યો છું. હું GB ન્યૂઝમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સુક છું. GB ન્યૂઝે જણાવ્યું હતું કે, બોરિસ જોન્સન 2024 ની શરૂઆતથી પ્રસ્તુતકર્તા, પ્રોગ્રામ નિર્માતા અને કોમેન્ટેટર તરીકે કામ કરશે. તેઓ આગામી વર્ષે યોજાનારી બ્રિટનની આગામી રાષ્ટ્રીય ચૂંટણી તેમજ યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાનારી ચૂંટણીને આવરી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. GB ટીવી ચેનલ 2021 માં શરૂ થઈ હતી.
આ પણ વાંચો - અમેરિકાએ કર્યો દાવો, યુક્રેન સામે યુદ્ધ કરવાનો ઇન્કાર કરનાર સૈનિકોને ફાંસી આપી રહ્યુ છે રશિયા
આ પણ વાંચો - સીરિયાના આતંકી જુથો પર અમેરિકાની એર સ્ટ્રાઇક , સૈનિકો પર હુમલાનો USએ આપ્યો વળતો જવાબ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે