અક્ષરધામના મહેમાન બન્યા બોરિસ જોનસન,મંદિરની ભવ્યતા જોઈ થયા ભાવવિભોર, જુઓ તસવીરો
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેઓ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. આ પહેલાં તેઓ લંડનમાં પણ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઇ ચૂક્યાં છે. આજની આ મુલાકાતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં હાજર રહ્યાં હતા. વડાપ્રધાન જોનસનેનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવ
Advertisement
યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોનસને આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે તેઓ અક્ષરધામ ગાંધીનગરમાં દર્શન મુલાકાતે ગયા હતા. આ પહેલાં તેઓ લંડનમાં પણ સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઇ ચૂક્યાં છે. આજની આ મુલાકાતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.કે.ના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં હાજર રહ્યાં હતા.
વડાપ્રધાન જોનસનેનું અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ.ના બ્રહ્મવિહારી સ્વામી, ઇશ્વરચરણ સ્વામી અને વરિષ્ઠ સંતગણે ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. યુ.કે.ના વડાપ્રધાનએ અક્ષરધામ સંકુલના વિવિધ પરિસરની પણ મુલાકાત લીધી હતી અને મંદિર પરિસરની ઝીણવટ ભરી વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો.
બ્રિટનના PM બોરિસ જોનસન આજથી ભારતના પ્રવાસે છે. તેમના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી થઈ હતી. તેઓ અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એરપોર્ટ પહોંચી બ્રિટિશ પી.એમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સી ગયા હતા.
આજે તેમણે વિશ્વ વિખ્યાત ગાંધી આશ્રમની પણ મુલાકાત પણ લીધી હતી. જ્યાં, તેમણે રેંટિયો કાંત્યો હતો. બાદમાં તેમણે વિઝિટર્સ બુકમાં બોરિસ જ્હોનસને સંદેશો પણ લખ્યો હતો. જહોનસને લખ્યું કે એક અસાધારણ વ્યક્તિના આશ્રમમાં આવવું એ મારા માટે મોટું સૌભાગ્ય છે.
સાથે જ UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અદાણી શાંતિગ્રામમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. જ્યાં, અદાણી શાંતિગ્રામ પરંપરાગત રીતે જ્હોસનનું સ્વાગત થયું હતું. અહીં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બ્રિટિશ PMએ ઠંડાપીણાની મજા માણી. આ મુલાકાતમાં બંને વચ્ચે બ્રિટનમાં અદાણી ગ્રુપના સંભવિત રોકાણ અંગે ચર્ચા થયાની સંભાવના છે.
આ મુલાકાત બાદ બોરિસ જ્હોનસન હાલોલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં, તેમણે JCBના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. બોરિસ જ્હોન્સનું સંતોએ સાફો પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.