Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂર્વ પાક ક્રિકેટર આફ્રિદીએ ફરી ઝેર ઓક્યું...વાંચો શું કહ્યું

પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ઝેર ઓક્યું છે.. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની સેનાના વખાણ કર્યા છે. આફ્રિદીએ કહ્યું છે કે આપણે સેનાની સાથે ઉભા રહેવું જોઈએ, નહીં તો જુઓ કાશ્મીર, પેલેસ્ટાઈનની શું હાલત છે. રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય...
10:20 AM May 17, 2023 IST | Vipul Pandya
પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ઝેર ઓક્યું છે.. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની સેનાના વખાણ કર્યા છે. આફ્રિદીએ કહ્યું છે કે આપણે સેનાની સાથે ઉભા રહેવું જોઈએ, નહીં તો જુઓ કાશ્મીર, પેલેસ્ટાઈનની શું હાલત છે.
રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય છે
શાહિદ આફ્રિદીએ એક ટીવી ચેનલને કહ્યું, “હું આજ સુધી સમજી શક્યો નથી કે રાજનેતાઓની ભૂમિકા દેશને આગળ વધારવાની હોય છે. આપણો દેશ શા માટે ટકાઉ નથી બની શકતો? આ દેશની હાલત જોઈને મારા બાળકો પૂછે છે, 'પપ્પા, દેશમાં શું થઈ રહ્યું છે?'
કાશ્મીરીઓને પૂછો
તેણે કહ્યું, "ક્યાં સુધી આપણે એકબીજા સાથે લડતા રહીશું?" આપણે પોતે આ દેશના દુશ્મન છીએ. પાકિસ્તાની સેનાએ આ દેશ માટે મોટું બલિદાન આપ્યું છે. રાજકારણીઓ આ કેમ સ્વીકારતા નથી? પેલેસ્ટાઈનીઓને પૂછો, કાશ્મીરીઓને પૂછો કે પાકિસ્તાનની સેના ન હોય તો આઝાદી શું છે. આપણે સેનાની સાથે ઊભા રહેવાનું છે.

આ પણ વાંચો---જો બિડેને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો રદ, માત્ર G7 સમિટમાં હાજરી આપશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Tags :
Former Pakistan cricketerKashmirPakistan ArmyShahid Afridi
Next Article