Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Politics : ફરી એકવાર શંકરસિંહ 'બાપુ' વધારશે BJP અને Congress નું 'Tension' !

ગુજરાતનાં રાજકારણને (Gujarat Politics) લઈ સૌથી મોટા સમાચાર ફરી એકવાર ગુજરાતને મળશે વધુ એક રાજકીય વિકલ્પ! પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુ એકવાર મેદાને! દશેરાનાં બીજા દિવસથી જ નવા રાજકીય પક્ષનું થઈ શકે છે લૉન્ચિંગ ગુજરાતનાં રાજકારણને (Gujarat Politics) લઈ...
gujarat politics   ફરી એકવાર શંકરસિંહ  બાપુ  વધારશે bjp અને congress નું  tension
  1. ગુજરાતનાં રાજકારણને (Gujarat Politics) લઈ સૌથી મોટા સમાચાર
  2. ફરી એકવાર ગુજરાતને મળશે વધુ એક રાજકીય વિકલ્પ!
  3. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુ એકવાર મેદાને!
  4. દશેરાનાં બીજા દિવસથી જ નવા રાજકીય પક્ષનું થઈ શકે છે લૉન્ચિંગ

ગુજરાતનાં રાજકારણને (Gujarat Politics) લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરી એકવાર ગુજરાતને વધુ એક નવુ રાજકીય વિકલ્પ મળવા જઈ રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) ફરી એકવાર મેદાને આવ્યા છે. પૂર્વ CM શંકરસિંહ વાધેલા વધુ એક રાજકીય પક્ષ સ્થાપવા જઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. દશેરાનાં (Dussehra 2024) બીજા જ દિવસે નવા રાજકીય પક્ષની રચના અને લોન્ચિંગ માટે બાપુના નેતૃત્વમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થયાનાં અહેવાલ છે.

Advertisement

આ પણ વાંચો - Radhanpur : હવે MLA લવિંગજી ઠાકોરનો પત્ર ખૂબ જ ચર્ચામાં! CM ને કરી આ ખાસ રજૂઆત

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુ એકવાર મેદાને!

ગુજરાતનું રાજકારણ (Gujarat Politics) ખૂબ જ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ગુજરાતમાં હાલ ભાજપનો (BJP) દબદબો છે, જ્યારે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) સંઘર્ષ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે ગુજરાતનાં લોકોને વધુ એક નવો રાજકીય વિકલ્પ મળવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે એવા અહેવાલ છે કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય મેદાને ઝંપલાવી રહ્યા છે એટલે કે પૂર્વ CM શંકરસિંહ વાધેલા (Shankar Singh Vaghela) વધુ એક નવા રાજકીય પક્ષ સ્થાપવા જઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Pavagadh : નવરાત્રિ બંદોબસ્તની ચેકિંગ માટે આવેલા S.R.P PI નું શંકાસ્પદ મોત, અનેક રહસ્ય

Advertisement

બાપુ વધુ એક નવા પક્ષનું લોન્ચિંગ કરવામાં વ્યસ્ત હોવાની ચર્ચા

પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા વધુ એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે. ક્ષત્રિય શક્તિ અસ્મિતા (Kshatriya Shakti Asmita) મંચની રચના બાદ બાપુ વધુ એકવાર નવા પક્ષની રચના કરી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. દશેરાનાં બીજા દિવસથી જ નવા રાજકીય પક્ષનું (New Political Part) લૉન્ચિંગ થઈ શકે છે. આ માટે બાપુનાં નેતૃત્ત્વમાં પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનાં અહેવાલ છે. જો કે, આ અંગે હાલ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કે માહિતી આપવામાં આવી નથી. પરંતુ, આ સમાચારથી ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો - Gujarat નું એક એવું ગામ ભ્રષ્ટાચારના મામલામાં ACBના ચોપડે કુખ્યાત બન્યું

Tags :
Advertisement

.