T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીઓ થયા રિપીટ, આ રમશે પહેલીવાર
સોમવારે T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) માટે ટીમ ઈન્ડિયા (Team India) ની જાહેરાત કરવામાં આવી હતી. જેમા ઘણા એવા ખેલાડીઓ કે જે ટીમમાં સામેલ થશે તેવી ક્રિકેટ ફેન્સને આશા હતી પણ તેનાથી વિપરિત આ ટીમ જોવા મળી છે. જોકે, જે પણ 15 ખેલાડીઓ આ વખતના T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાંથી 7 ખેલાડીઓ એવા છે કે, જેઓ આ પહેલા ક્યારેય T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમ્યા નથી. જો આપણે 2022 માં રમાયેલા T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ત્યારે જે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી તેમાંથી આ વર્ષે માત્ર 8 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તો આવો જાણીએ તે કયા ખેલાડીઓ છે કે જેઓ રીપિટ થયા છે અને તે ખેલાડીઓ જે પહેલીવાર T20 વર્લ્ડ કપ રમશે.
T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત @BCCI @ICC @cricketworldcup @JayShah #Sports #Cricket #T20WorldCup #WorldCup #TeamIndia #IndianCricketTeam #T20WorldCup24 #IPL2024 #GujaratFirst pic.twitter.com/ZHUt6DMw9a
— Gujarat First (@GujaratFirst) April 30, 2024
દેશમાં વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ટૂર્નામેન્ટ ચાલી રહી છે, જેમા ઘણા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. ઘણા ખેલાડીઓ એવા છે કે જેમણે ખાસ T20 વર્લ્ડ કપમાં પોતાની જગ્યા બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને સારું પ્રદર્શન પણ કર્યું છે. પણ તેમ છતા ઘણા ખેલાડીઓને T20 વર્લ્ડ કપ 2024 માં સ્થાન મળ્યું નથી. બીજી તરફ 8 એવા ખેલાડીઓ પણ છે કે જેઓ આ પહેલા 2022 માં T20 વર્લ્ડ કપમાં રમી ચુક્યા છે.
T20 વર્લ્ડ કપ 2022 માં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહી ચુકેલા ખેલાડીઓ
- રોહિત શર્મા
- વિરાટ કોહલી
- રિષભ પંત
- સુર્યકુમાર યાદવ
- અક્ષર પટેલ
- હાર્દિક પંડ્યા
- અર્શદિપ સિંઘ
- યુઝવેન્દ્ર ચહલ
- જસપ્રીત બુમરાહ
🚨 TEAM 🇮🇳: India’s squad for ICC Men’s T20 World Cup 2022. #BCCI #IndianCricketTeam #WorldCup2022 #TeamIndia #JaspritBumrah
GIVE YOUR OPINION 👇 pic.twitter.com/53zLykKWLB— Keyur Raval (@KeyurRaval2409) September 12, 2022
આ ખેલાડીઓ T20 વર્લ્ડ કપ પહેલીવાર રમશે
- સંજુ સેમસન
- કુલદીપ યાદવ
- યશસ્વી જયસ્વાલ
- શિવમ દુબે
- મોહમ્મદ સિરાજ
સંજુ સેમસન
સંજુ સેમસન એક એવો વિકેટકીપર બેટ્સમેન કે જેને વર્લ્ડ કપમાં રમાડવા માટે ઘણીવાર ફેન્સ તરફથી અને સીનિયર ખેલાડીઓ તરફથી માંગ ઉઠી હતી અને આખરે તે હવે આ બિગ ટૂર્નામેન્ટનો હિસ્સો બનશે. 2015માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પણ પહેલીવાર T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બન્યો છે. તેના ડેબ્યૂ બાદ ત્રણ ટી20 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે, પરંતુ તેને પહેલીવાર આ મેગા ઈવેન્ટમાં રમવાની તક મળશે.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવ પણ એક અનુભવી સ્પિનર છે અને લાંબા સમયથી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ તેણે પણ હજુ સુધી T20 વર્લ્ડ કપ રમ્યો નથી. તેણે 35 મેચમાં 59 વિકેટ લીધી છે. તેને પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળશે.
યશસ્વી જયસ્વાલ
ડાબોડી વિસ્ફોટક ઓપનર યશસ્વી જયસ્વાલ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બનશે. શુભમન ગિલને બહાર રાખવામાં આવ્યો છે અને મેનેજમેન્ટે જયસ્વાલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે, જો વિરાટ કોહલી ઓપનિંગ કરશે તો જયસ્વાલ પ્લેઈંગ ઈલેવનમાં હશે કે નહીં તે જોવું રહ્યું.
શિવમ દુબે
શિવમ દુબેને એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તેણે પોતાની તોફાની બેટિંગના આધારે T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી છે. આ ખેલાડી પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમતા જોવા મળશે, જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી શકે છે.
મોહમ્મદ સિરાજ
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા તરફથી રમશે. તેણે ભારત માટે 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જો કે આ વર્ષે શમી ઉપલબ્ધ ન હોય તો તેના સ્થાને સિરાજને તક આપવામાં આવી છે. તે પણ T20 વર્લ્ડ કપ રમ્યો નથી.
આ પણ વાંચો - India’s T20 WC squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ છે કેપ્ટન
આ પણ વાંચો - T20 World Cup : આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન હોવા છતાં Team India માં સ્થાન નહીં