જયા બચ્ચનના સવાલ પર C.R. Patil નો સણસણ તો જવાબ, કહ્યું કોઈ કન્ફ્યુઝન હોય તો ગુજરાત...
સરકારે સોમવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે દેશના ભૂગર્ભજળ સ્તરમાં 6 ટકાનો સુધારો થયો છે અને ભૂગર્ભજળ સુરક્ષિત વિસ્તાર પણ 63 ટકાથી વધીને 73 ટકા થયો છે. રાજ્યસભા (Rajya Sabha)માં પ્રશ્નકાળ દરમિયાન આ માહિતી આપતાં જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે (C.R. Patil) કહ્યું કે ભૂગર્ભજળના સ્તરમાં 2017 માં 17 ટકાનો ઘટાડો હતો, જે 2023 માં ઘટીને 11 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યું કે આમ ભૂગર્ભ જળ સ્તરમાં 6 ટકાનો સુધારો થયો છે.
અપક્ષ સભ્ય કાર્તિકેય શર્માના પૂરક પ્રશ્નના જવાબમાં પાટીલે (C.R. Patil) એમ પણ કહ્યું કે ભૂગર્ભજળ સુરક્ષિત વિસ્તાર પણ 63 ટકાથી વધીને 73 ટકા થયો છે. BJD ના સુજીત કુમારના એક પૂરક પ્રશ્નના જવાબમાં પાટીલે (C.R. Patil) કહ્યું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ઉજવવામાં આવેલા અમૃત મહોત્સવ દરમિયાન દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવ્યા હતા અને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પાસેથી મળેલા અહેવાલો અનુસાર ભૂગર્ભ જળ સ્તર વધ્યું છે અને તેની ગુણવત્તામાં પણ સુધારો થયો છે પરંતુ આ કામ સતત કરવું પડશે નહીં તો ભૂગર્ભ જળ સ્તર નીચે જશે. તેમણે કહ્યું કે વરસાદી પાણીના સંરક્ષણ પર પણ ધ્યાન આપવું પડશે. મંત્રાલયે આ અંગે વિવિધ યોજનાઓ બનાવી છે. પાટીલે (C.R. Patil) જણાવ્યું હતું કે, સરકાર પાણીને સ્વચ્છ રાખવા અને પીવાનું શુદ્ધ પાણી આપવાના તમામ પ્રયાસો કરી રહી છે.
ભાજપના કેસરીદેવસિંહ ઝાલાએ શું કહ્યું...
ભાજપના કેસરીદેવસિંહ ઝાલાના એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક સમયે પાણીની અછત હતી પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કરેલી યોજનાઓને કારણે આજે રાજ્યને પૂરતું પાણી મળી રહ્યું છે અને ખેડૂતો દરેક 3-3 પાક લઇ શકે છે. તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં સીમા સુરક્ષામાં લાગેલા જવાનોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું છે.
SP ના જય બચ્ચને શું કહ્યું...
સમાજવાદી પાર્ટીના જયા બચ્ચન ભૂગર્ભજળના ઉપયોગ અંગે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ સજા વિશે જાણવા માગે છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનના સવાલ પર સી.આર.પાટીલે સણસણ તો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જયા બચ્ચનને જો કોઈ કન્ફ્યુઝન હોય તો તેઓ ગુજરાતના કોઈ પણ ગામમાં જઈને જોઈ શકે છે કે, તેમને શુદ્ધ પાણી મળે છે કે નહીં અને કૃષિ માટે પણ પાણી આપવામાં આવ્યું છે. આ બધું પ્રધાનમંત્રીના સહયોગથી શક્ય બન્યું છે અને તેમનો બધાએ આભાર માનવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, જે નિયમો બંને છે અને નિયમનો ઉલ્લંઘન કરવામાં આવે છે તો શરતોના અનુસાર નિયમો મુજબ સજાની જોગવાઈઓ છે. આ સિવાય સાંસદ જયા બચ્ચન પ્રત્યેના કથિત પક્ષપાતી વલણ અંગે મૂંઝવણ અને નિરાશા વ્યક્ત કરી હતી. જેના પર જગદીપ ધનખરે હસવાનું શરૂ કર્યું અને કહ્યું કે મેડમ, તમે કન્ફ્યુઝન થઈ શકો. અન્ય એક પૂરક પ્રશ્નના જવાબમાં પાટીલે (C.R. Patil) જણાવ્યું હતું કે આર્સેનિક અને ફ્લોરાઈડથી દૂષિત પાણીને સાફ કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી માટે પ્રયોગશાળાઓનું નેટવર્ક છે અને દરેક રાજ્યમાં આ સુવિધાઓ છે. તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતોને પણ આ સુવિધા આપવામાં આવી છે અને સ્થાનિક સમુદાયની મહિલાઓને પણ આ માટે તાલીમ આપવામાં આવે છે.
'જળ જીવન મિશન' યોજના શરૂ કરવામાં આવી...
પાટીલે કહ્યું કે દેશની આઝાદી બાદ 70 વર્ષ સુધી દરેક ગામમાં પાણી નથી પહોંચ્યું. તેથી જ 'જળ જીવન મિશન' યોજના શરૂ કરવામાં આવી જેનો સૌથી વધુ ફાયદો મહિલાઓને થયો. તેમનો 75 ટકા સમય પાણીની વ્યવસ્થા કરવામાં વીતતો હતો અને છતાં તેઓ શુદ્ધ પાણી મેળવી શક્યા ન હતા. આ એક રીતે તેમનું સશક્તિકરણ છે. લગભગ 25 લાખ મહિલાઓને પાણીની ગુણવત્તા તપાસવા માટે તાલીમ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે 'જળ જીવન મિશન' યોજના હેઠળ 19 કરોડ ઘરોને પાણી આપવામાં આવી રહ્યું છે અને 2 વર્ષમાં 6.50 કરોડ લોકો આ યોજનાના દાયરામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ પણ રાજ્ય સરકારનો બોજ ઉકેલી નાખ્યો છે. પ્રદુષિત પાણીનો ઉપયોગ રોગો માટે થતો હતો પરંતુ શુદ્ધ પાણી મળવાથી આ સમસ્યા ઘણી હદે હલ થઈ ગઈ છે. આ રીતે રાજ્ય સરકારનો બોજ પણ ઓછો થયો છે.
વિવિધ એજન્સીઓ સામે કાર્યવાહી થવી જોઈએ...
તેમણે જણાવ્યું હતું કે, યોજના હેઠળ કેન્દ્ર સરકાર નાણાકીય મદદ અને ટેકનિકલ સહાય પૂરી પાડે છે અને યોજનાના અમલીકરણની જવાબદારી રાજ્ય સરકારની છે. તાજેતરમાં આ અંગે રાજ્ય સરકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના અશોક ચવ્હાણે કહ્યું કે 90 ટકા ફંડ કેન્દ્ર આપે છે અને રાજ્ય સરકાર 10 ટકા ખર્ચ કરે છે. વિવિધ એજન્સીઓની કામગીરીમાં વિલંબના કારણે યોજનાના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે. આવી એજન્સીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. પાટીલે (C.R. Patil) કહ્યું કે આ અંગે પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Bihar ને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ સંસદમાં જણાવ્યું આ કારણ...
આ પણ વાંચો : કાવડ યાત્રા રૂટમાં દુકાનો પર 'નેમ-પ્લેટ' લગાવવાની જરૂર નથી... SC એ વચગાળાનો સ્ટે મુક્યો
આ પણ વાંચો : Parliament Session 2024 : નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે રિપોર્ટ, 2025માં પણ મજબૂત વૃદ્ધિનો અંદાજ