Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરક્ષિત, ગ્રીનર ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે Josler Energy, IGL અને Heath Consultants એ હાથ મિલાવ્યો

જોસ્લર એનર્જીની હીથ કન્સલ્ટન્ટ્સ, Inc. (USA) અને IGL સાથે ભાગીદારી (Josler Energy) ઇકોલોજિકલ સ્થિરતા માટે પોતાની પ્રતિબધ્ધતા મજબૂત કરવા માટે ભાગીદારી હ્યુસ્ટનમાં, મહત્ત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયાં ભારતનાં પેટ્રોલિયમ સંશોધન અને ઉત્પાદન (E&P) ક્ષેત્રની અગ્રણી કંપની જોસ્લર એનર્જી પ્રાઇવેટ...
સુરક્ષિત  ગ્રીનર ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે josler energy  igl અને heath consultants એ હાથ મિલાવ્યો
  1. જોસ્લર એનર્જીની હીથ કન્સલ્ટન્ટ્સ, Inc. (USA) અને IGL સાથે ભાગીદારી (Josler Energy)
  2. ઇકોલોજિકલ સ્થિરતા માટે પોતાની પ્રતિબધ્ધતા મજબૂત કરવા માટે ભાગીદારી
  3. હ્યુસ્ટનમાં, મહત્ત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર થયાં

ભારતનાં પેટ્રોલિયમ સંશોધન અને ઉત્પાદન (E&P) ક્ષેત્રની અગ્રણી કંપની જોસ્લર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Josler Energy Pvt. Ltd.) એ યુ.એસ.-ઇન્ડિયા લો એમિશન ગેસ ટાસ્ક ફોર્સ (LEGT) હેઠળ ઇકોલોજિકલ સ્થિરતા માટે પોતાની પ્રતિબધ્ધતા મજબૂત કરવા માટે હીથ કન્સલ્ટન્ટ્સ, Inc. (USA) અને ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) સાથે ભાગીદારી કરી છે. હ્યુસ્ટનમાં, ગેસટેક 2024 માં (GASTECH 2024) જોસલર એનર્જી (Josler Energy) ની હાજરીમાં IGL અને હીથ કન્સલ્ટન્ટ્સ (Heath Consultants) વચ્ચે એક મહત્ત્વપૂર્ણ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયાં હતા. જે ભારતમાં કુદરતી ગેસ લીક ​​નિવારણ તકનીકની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Advertisement

ગેસ લીક સર્વેક્ષણ ક્ષેત્રમાં જોસ્લર એનર્જી પહેલાથી સ્થાપિત

આ MoU હેઠળ, હીથ કન્સલ્ટન્ટ્સનાં (Heath Consultants) સૌજન્યથી તેમના ભારતીય ભાગીદાર જોસ્લર એનર્જી (Josler Energy Pvt. Ltd.) દ્વારા IGL નાં વ્યાપક ગેસ વિતરણ નેટવર્કમાં ગેસ લીક ​​ડિટેક્શનનું ઓખળ કરનારી અદ્યતન ટેક્નોલોજીને સામેલ કરવામાં આવશે. આ નેટવર્ક દિલ્હી NCR, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલ છે, જે ભારતમાં સૌથી મોટા શહેરી ગેસ વિતરણ પ્રણાલીઓમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે, ગેસ લીક સર્વેક્ષણ ક્ષેત્રમાં જોસ્લર એનર્જી પહેલાથી જ સારી રીતે સ્થાપિત થયેલ છે. કંપની ટેકનિકલ કુશળતા અને જમીન પર આધાર પૂરો પાડીને આ ભાગીદારીમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

Advertisement

કંપનીએ 20,000 કિલોમીટરથી વધુ ભૂગર્ભ પાઇપલાઇન્સનું સર્વેક્ષણ કર્યું

CMD શ્રી સુધાંશુ મહેતાની (Sudhanshu Mehta) આગેવાની હેઠળ જોસ્લર એનર્જી, ગેસ લીક સરવેનાં માધ્યમથી ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જનનો સામનો કરવામાં પણ મોખરે છે. વર્ષ 2019 થી, કંપનીએ 20,000 કિલોમીટરથી વધુ ભૂગર્ભ પાઇપલાઇન્સનું સર્વેક્ષણ કર્યું છે, જેનાથી ખતરનાક લીકને રોકી શકાય છે. જે જાહેર સલામતી, પર્યાવરણ અને નાણાકીય સંસાધનોને જોખમમાં મૂકી શકે છે. લીકને શોધવા અને તેને ઘટાડવા મામલે જોસ્લરનાં ટ્રેક રિકોર્ડે ઓપરેટર કંપનીઓ માટે એક પ્રભાવશાળી આર્થિક લાભ દર્શાવ્યો છે, જે ઘણીવાર ગેસ નુકસાનની બચત દ્વારા માત્ર એક મહિનાની અંદર સર્વેક્ષણનાં ખર્ચને વસૂલ કરે છે.

Advertisement

આ પણ વાંચો - iPhone 16 ખરીદવા Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો..Video

MoU પર હસ્તાક્ષર દરમિયાન, શ્રી સુધાંશુ મહેતાએ ટકાઉપણું અને સલામતી બંને માટે જોસ્લર એનર્જીની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી. તેમણે સમગ્ર ભારતમાં ગેસ લીક ​​શોધવામાં કંપનીનાં વ્યાપક અનુભવ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે, 90 વર્ષથી વધુની નિપુણતા ધરાવતા વૈશ્વિક નેતા Heath Consultants સાથે ભાગીદારી, ભારતનાં કુદરતી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને પર્યાવરણીય રીતે ટકાઉ બનાવવાનાં અમારા મિશનને વધુ વધારે છે.

IGL અને Heath Consultants વચ્ચે થયેલ એમઓયુ, મિથેન ઉત્સર્જન ઘટાડવા અને IGL ના વ્યાપક કુદરતી ગેસ વિતરણ નેટવર્કમાં જાહેર સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભારતની મુખ્ય શહેરી ગેસ વિતરણ કંપની IGL માટે, આ ભાગેદારીથી તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અદ્યતન લીક ડિટેક્શન ટેક્નોલોજીને એકીકૃત કરીને, મિથેન ઉત્સર્જન ઘટાડવામાં અને ઓપરેશનલ સલામતી વધારવામાં મદદ કરીને પરિવર્તનકારી ફેરફારોની અપેક્ષા છે.

આ પણ વાંચો - આ દેશ એ રૂ. 320 કરોડમાં ખરીદી ભારતીય સરકારી કંપની! લાગી મંજૂરીની મહોર

IGL નાં કર્મચારીઓને તકનીકી સહાય, ક્ષેત્રની કુશળતા અને તાલીમ પ્રદાન કરાશે

જોસ્લર એનર્જી (Josler Energy Pvt. Ltd.) IGL નાં કર્મચારીઓને તકનીકી સહાય, ક્ષેત્રની કુશળતા અને તાલીમ પ્રદાન કરશે. તેમને ગેસ લીક ​​શોધમાં નવીનતમ તકનીકો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે વધુ સક્ષમ પણ બનાવશે. આ MoU થી ગ્રીનહાઉસ ગેસનાં ઉત્સર્જનમાં ઘટાડો, ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો, અને ભારતનાં કુદરતી ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.

આ ભાગીદારી ભારત સરકારનાં સ્વચ્છ, હરિત ભવિષ્યનાં દ્રષ્ટિકોણ અનુરૂપ છે

આ ભાગીદારી ભારત સરકારનાં સ્વચ્છ, હરિત ભવિષ્યનાં દ્રષ્ટિકોણ અનુરૂપ છે, જેમ કે દેશનાં કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનાં તેમના ચાલુ પ્રયાસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ભાગેદારીમાં જોસ્લરની ભૂમિકા ઊર્જા ક્ષેત્રમાં નવીન અને આર્થિક રીતે યોગ્ય ઉકેલો પ્રદાન કરવા માટે તેના સતત સમર્પણને રેખાંકિત કરે છે, જે ખાતરી આપે છે કે ભારત ટકાઉ ઊર્જા પ્રથાઓમાં મોખરે રહે.

આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે, જોસ્લર એનર્જી ભારતનાં ઊર્જા ક્ષેત્રને આગળ વધારતા ઇકોલોજિકલ ટકાઉપણાંને આગળ ધપાવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.

આ પણ વાંચો - Share Market: શેરબજાર તેજી સાથે બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Tags :
Advertisement

.