Flipkart નો 'Big Diwali Sale', iPhone નાં આ ફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ!
- Flipkart પર 'Big Diwali Sale'ની શરૂઆત થશે
- આજે રાતથી શરૂ થતાં આ સેલમાં વિવિધ ડિસ્કાઉન્ટ ઓફર્સ
- iPhone 15 પર મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ
જો તમે તમારા ફોનને બદલવાનું વિચારી રહ્યા છો તો હવે યોગ્ય સમય આવી ગયો છે. કારણ કે, ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ (Flipkart) પર આજે રાતે 12 વાગ્યા પછીથી Big Diwali Sale ની શરૂઆત થવા જઈ રહી છે. આ દિવાળી સેલમાં iPhone 15 ફોન તેની સામાન્ય કિંમત કરતાં પણ ઘણી ઓછી કિંમતે મળી શકે છે. જો બેંક ઓફર્સ અને એક્સચેન્જ ડીલને જોડી દેવામાં આવે તો તેની કિંમત રૂ. 50,000 થી પણ ઓછી હોઈ શકે છે.
iPhone 15 પર આકર્ષક ડીલ
Flipkart તેના 'બિગ દિવાલી સેલ' દરમિયાન પસંદગીનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ભારે બેંક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ સિવાય જો તમારી પાસે જૂનો સ્માર્ટફોન છે તો તમે એક્સચેન્જ બોનસ ઓફરનો પણ લાભ લઈ શકો છો. આ ઑફર્સને જોડીને, iPhone 15 જેની કિંમત રૂ. 66,900 જેટલી છે તે ઘટીને રૂ. 50 હજારથી પણ ઓછી થઈ શકે છે. આ રીતે જોવામાં આવે તો આ ડીલમાં હજારો રૂપિયાની બચત થઈ શકે છે.
આ પણ વાંચો - Reliance નો મોટો નિર્ણય, Jio સિનેમા થઈ શકે છે બંધ?
iPhone 15 નાં સ્પેસિફિકેશન
iPhone 15 નાં સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો ફોનમાં A16 બાયોનિક ચિપ છે, જે ગેમિંગ, મલ્ટિટાસ્કિંગને સરળતાથી સંભાળી લે છે. ફોનમાં 6.1-ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે 48MP પ્રાઇમરી કેમેરા અને 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. આ કોમ્બિનેશન ઓછા પ્રકાશમાં પણ સારા ફોટા ક્લિક કરવાની સુવિધા આપે છે. તેમાં અલ્ટ્રા-વાઇડ લેન્સ પણ છે જે લેન્ડસ્કેપ્સ અથવા ગ્રૂપ શોટ માટે ઉત્તમ છે. સેલ્ફી પ્રેમીઓ માટે, iPhone 15 માં 12MP સેન્સર છે. iPhone 15 5G ને સપોર્ટ કરે છે. તેમાં મેગસેફ ચાર્જિંગ સપોર્ટ પણ છે.
આ પણ વાંચો - Sunrise ના સમયે સુર્યની પ્રથમ કિરણ પૃથ્વની આ ધરાને સ્પર્શ કરે છે
આવતીકાલથી વેચાણ શરૂ
બિગ બિલિયન ડેઝ સેલ (Big Billion Days sale) સમાપ્ત થયા પછી Flipkart ની વધુ એક સેલ આજે રાતથી શરૂ થવા જઈ રહી છે. Big Diwali Sale માં માત્ર iPhones જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડનાં સ્માર્ટફોન અને અન્ય પ્રોડક્ટ પણ અહીંથી સસ્તા ભાવે ખરીદી શકાય છે. સાથે વિવિધ બેંક ઓફર્સનો પણ લાભ મેળવી શકાશે.
આ પણ વાંચો - META એ WhatsApp અને Instagram ના કર્મચારીઓની કરી છટણી