Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhavnagar: નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા

Bhavnagar: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી યુવકો ડૂબ્યો હોવાના સમાચાર સામે આવતા રહે છે. અત્યારે પણ ભાવનગર (Bhavnagar)થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો ભાવનગર નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા પાંચ લોકો ડૂબ્યા છે. નોંધનીય છે...
08:41 PM Jun 07, 2024 IST | VIMAL PRAJAPATI
Nishkalank Mahadev Temple, Bhavnagar

Bhavnagar: રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી યુવકો ડૂબ્યો હોવાના સમાચાર સામે આવતા રહે છે. અત્યારે પણ ભાવનગર (Bhavnagar)થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો ભાવનગર નિષ્કલંક મહાદેવના સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા પાંચ લોકો ડૂબ્યા છે. નોંધનીય છે કે, ભાવનગરનો પરિવાર નિષ્કલંક મહાદેવના દર્શને માટે થઈને અહીં આવ્યો હતો. જેથી દર્શન કર્યા તે દરેક લોકો સમુદ્રમાં સ્નાન કરવા માટે ગયા હતા. નોંધનીય છે કે, સમુદ્ર સ્નાન દરમિયાન એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા હતા. આ સાથે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેથી બે લોકો સલામત બચી ગયા હતા.

તાત્કાલિક પાંચ લોકોને તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો

નોંધનીય છે કે, સમુદ્રમાં સ્નાન માટે ગયેલા લોકો ડૂબતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાંચ લોકોને તાત્કાલિક બચાવ કરવામાં આવ્યો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે માતા સહિત બે પુત્રીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો હાલ તમામ લોકોને સારવાર અર્થે ભાવનગર (Bhavnagar) સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

કાળઝાળ ગરમી રાહત માટે લોકો જાય છે સ્નાન કરવા

આ પહેલા પણ રાજ્યમાં અનેક જગ્યાએ લોકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે. નોંધનીય છે કે, અત્યારે કાળઝાળ ભીષણ ગરમી પડી રહીં છે. જેથી લોકો ભીષણ ગરમીથી રાહત માટે દરિયા કિનારે અને નદીએ સ્નાન કરવા માટે જતા હોય છે, જ્યારે કઈક કારણોસર તેઓ ડૂબતા હોય છે. નોંધનીય છે કે, જો તરતા ના આવડતું હોય તો પછી નદીએ કે, દરિયામાં સ્નાન કરવા ના જવું જોઈએ.  નોંધનીય છે કે, પહેલા આપણા જીવની પરવાહ કરવી જોઈએ.

આ પણ વાંચો: Rajkot: અગ્નિકાંડના પાપીઓનો સૌથી મોટો પર્દાફાશ, મનસુખ સાગઠીયાના પાપ અંગે જાણભેદુની જૂબાની

આ પણ વાંચો: Banaskantha: શિક્ષણને બનાવ્યો ધંધો! પાંથાવાડામાં આચાર્ય, શિક્ષક અને સંચાલક લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો: Gir Somnath: મતગણતરીમાં થઈ હતી માથાકૂટ, સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ કર્યુ અપહરણ

આ પણ વાંચો: Surat: ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવા મુદ્દે હોબાળો, વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

Tags :
BhavnagarBhavnagar Latest NewsBhavnagar NewsBhavnagar Nishkalank Mahadev TempleBhavnagar seaGujarati Newslatest newsNishkalank Mahadev Temple BhavnagarVimal Prajapati
Next Article