Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar: આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો કરી રહ્યા છે નિષ્કલંક મહાદેવની આરાધના

Bhavnagar: શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જેથી શિવભક્તોમાં અત્યારે અનેરી ભક્તિ જોવા મળી રહીં છે. શિવ ભક્તો અત્યારે શિવજીની આરાધના કરવા માટે મંદિરોમાં જઈ રહ્યા છે. ભાવનગર (Bhavnagar)થી 30 Km દૂર આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર (Nishkalank Mahadev Temple) ખાતે...
bhavnagar  આસ્થા  ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો કરી રહ્યા છે નિષ્કલંક મહાદેવની આરાધના

Bhavnagar: શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જેથી શિવભક્તોમાં અત્યારે અનેરી ભક્તિ જોવા મળી રહીં છે. શિવ ભક્તો અત્યારે શિવજીની આરાધના કરવા માટે મંદિરોમાં જઈ રહ્યા છે. ભાવનગર (Bhavnagar)થી 30 Km દૂર આવેલ નિષ્કલંક મહાદેવ મંદિર (Nishkalank Mahadev Temple) ખાતે શ્રાવણ માસ પૂર્વે ભક્તો ભગવાન આશુતોષની આરાધના કરી રહ્યાં છે. ઉત્તરભારતમાં શ્રાવણમાસનો અગાઉથી જ પ્રારંભ થઈ જાય છે, જેને લઈ આજે ભાવનગરના નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે.

Advertisement

પાંડવોએ મંદિરની સ્થાપના કરી હોવીની છે માન્યતા

નોંધનીય છે કે, ભાવનગર (Bhavnagar)ના કોલીયાકના દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવનું મંદિર અનેરું મહત્વ ધરાવે છે. આઠ દિવસ બાદ એટલે આવતા સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને અત્યારે નિષ્કલંક મહાદેવ મંદિર (Nishkalank Mahadev Temple) ખાતે સવારથી ભક્તો દેવોકે દેવ મહાદેવની પૂર્જા અને અર્ચના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાજરો વર્ષ પૂર્વે કોલીયાકના દરિયામાં પાંડવો દ્વારા નિષ્કલંક મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.

શ્રાવણ આવતા ઉમટી ભાવિ ભક્તોની ભીડ

આ મંદિરે દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ આવતી હોય છે. કોલીયાકના દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવ (Nishkalank Mahadev)ના દર્શન માત્રથી તમામ પાપનો નાશ થાય છે તેવી લોક વાયકાઓ વહેતી થયેલી છે. અહીં આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે ભક્તો મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે. દરિયાની વચ્ચે આ મંદિર આવેલું હોવાથી લાંબા સમય સુધી તે પાણીમાં ગરકાવ રહેતું હોય છે. પરંતુ શ્રાવણ માસ આવતાની સાથે પાણી ઓછું થાય છે અને ભક્તોની ભીડ ઉમટે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, વરસાદી વાતાવરણ હોવાથી મંદિરની દ્રશ્યો ખુબ જ રમણીય લાગી રહ્યા છે. ખાસ કરીને અત્યારે શ્રાવણ માસ, મહાદેવની ભક્તિ અને મેઘરાજાનું આગમન થવાથી અહ્લાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં સવારથી જ જોવા મળ્યું રમણીય વાતાવરણ, ધોધમાર વરસાદ છે આગાહી

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં મેઘાએ નાખ્યા છે ધામા, સર્વત્ર વરસાદી માહોલ જોવા મળ્યો

આ પણ વાંચો: Rain in Gujarat : આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ-યેલો એલર્ટ જાહેર

Advertisement
Tags :
Advertisement

.