Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચંદ્રયાન-3 અત્યારે ક્યાં છે..? વાંચો આ રસપ્રદ અહેવાલ..!

ISRO એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની પહેલી ઓર્બિટ મૈન્યુવરીંગ (First orbit maneuvering) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એટલે કે તેની પહેલી ભ્રમણ કક્ષા (Orbital level) બદલી દેવાઇ છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની ચારેબાજુ અંડાકાર ચક્કર લગાવી રહ્યું છે.   હાલમાં...
03:46 PM Jul 15, 2023 IST | Vipul Pandya
ISRO એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની પહેલી ઓર્બિટ મૈન્યુવરીંગ (First orbit maneuvering) સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એટલે કે તેની પહેલી ભ્રમણ કક્ષા (Orbital level) બદલી દેવાઇ છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની ચારેબાજુ અંડાકાર ચક્કર લગાવી રહ્યું છે.   હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.
36,500 કિમીથી 42 હજાર કિમી સુધીનો વધારો
લોન્ચ કર્યા પછી, ચંદ્રયાન-3ને 179 કિમીની પેરીજી અને 36,500 કિમીની એપોજી સાથે લંબગોળ ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું. એટલે કે ટૂંકા અંતરની પેરીજી. લાંબી રેન્જ એપોજી. પ્રથમ ભ્રમણકક્ષામાં એપોજીમાં વધારો કરાયો છે. એટલે કે 36,500 કિમીથી 42 હજાર કિમી સુધીનો વધારો કરાયો છે.
પૃથ્વીની આસપાસ પાંચ વખત ભ્રમણ કક્ષા બદલી દેવાશે
પૃથ્વીની આસપાસ પાંચ વખત ભ્રમણકક્ષાનો મૈન્યુવર થશે. એટલે કે ભ્રમણ કક્ષા બદલી દેવાશે.  આમાં ચારમાં એપોજી એટલે કે ચંદ્રયાન પૃથ્વીથી દૂર થશે. તે વર્ગ બદલવામાં આવશે. એટલે કે પ્રથમ, ત્રીજો, ચોથો અને પાંચમો. હવે તમે વિચારતા હશો કે બીજી ભ્રમણ કક્ષા ક્યાં ગઇ વાસ્તવમાં, બીજી ભ્રમણકક્ષામાં, એપોજી નહીં પરંતુ પેરીજી બદલવામાં આવશે. એટલે કે નજીકનું અંતર વધશે.
ચંદ્રયાન-3ની આગળની સફર કેવી રહેશે?
31 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3 પૃથ્વીથી દસ ગણું દૂર ગયું હશે. ઈસરોના વૈજ્ઞાનિકો એપોજી બદલીને તેનું અંતર વધારતા રહેશે. પૃથ્વીથી લગભગ 1 લાખ કિલોમીટર દૂર પહોંચે ત્યાં સુધી વધશે. અહીં પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકો તેને ગોફણ બનાવશે. એટલે કે,  ચંદ્રયાન-3ને સ્લિંગશૉટ દ્વારા ટ્રાન્સલુનર ઇન્સર્ટેશનમાં મોકલાશે. મતલબ ચંદ્ર માટે નિર્ધારિત લાંબા અંતરની સૌર ભ્રમણકક્ષા હશે.
પ્રોપલ્શન મોડ્યુલ 17 ઓગસ્ટે લેન્ડરથી અલગ થઈ જશે.
આ લાંબી ભ્રમણકક્ષામાં પાંચ દિવસ એટલે કે 5-6 ઓગસ્ટે મુસાફરી કર્યા પછી, ચંદ્રયાન-3 ચંદ્ર ભ્રમણકક્ષાના નિવેશ તબક્કામાં હશે. ત્યારબાદ ચંદ્રયાન-3ની પ્રોપલ્શન સિસ્ટમ ચાલુ થઈ જશે. તેને આગળ ધકેલવામાં આવશે. એટલે કે તેને ચંદ્રની 100 કિલોમીટરની ઉપરની કક્ષામાં મોકલવામાં આવશે. 17 ઓગસ્ટે, પ્રોપલ્શન સિસ્ટમ ચંદ્રયાન-3 ના લેન્ડર-રોવરથી અલગ થઈ જશે.
ફરીથી ઉતરાણ
પ્રોપલ્શન મોડ્યુલને અલગ કર્યા પછી, લેન્ડરને ચંદ્રની 100X30 કિમીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. આ માટે ડીબૂસ્ટિંગ કરવું પડશે. એટલે કે તેની સ્પીડ ઓછી કરવી પડશે. આ કામ 23 ઓગસ્ટે કરવામાં આવશે. અહીં જ ઈસરોના વૈજ્ઞાનિકોના શ્વાસ થંભી જશે. કારણ કે આ સૌથી મુશ્કેલ કામ હશે. અહીંથી ઉતરાણની પ્રક્રિયા શરૂ થશે.
લેન્ડિંગ સાઇટ વિસ્તાર વધ્યો
આ વખતે વિક્રમ લેન્ડરના ચારેય પગની મજબૂતાઈ વધારવામાં આવી છે. નવા સેન્સર લગાવવામાં આવ્યા છે. નવી સોલાર પેનલ લગાવવામાં આવી છે. છેલ્લી વખતે ચંદ્રયાન-2ની લેન્ડિંગ સાઇટનો વિસ્તાર 500 મીટર X 500 મીટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ISRO વિક્રમ લેન્ડરને મધ્યમાં લેન્ડ કરવા માંગતું હતું. જેના કારણે કેટલીક મર્યાદાઓ હતી. આ વખતે લેન્ડિંગનો વિસ્તાર 4 કિમી x 2.5 કિમી રાખવામાં આવ્યો છે. એટલે કે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર આટલા મોટા વિસ્તારમાં ઉતરી શકે છે.
આ પણ વાંચો---વધુ એક પેશાબ કાંડ…! દારૂના નશામાં પીડિતના કાનમાં કર્યો પેશાબ
Tags :
Chandrayaan-3First orbit maneuveringISROOrbital level
Next Article