Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vande Bharat Metro: જુઓ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક! આ શહેરોને મળશે પહેલી સુવિધા

Vande Bharat Metro: ભારતમાં અત્યારે વંદે ભારત ટ્રેનો તો ખુબ ચાલી રહીં છે. પરંતુ હવે ભારતમાં વંદે ભારત મેટ્રો (Vande Bharat Metro) પણ ચાલવાની તૈયારી છે. તમને જણાવી દઈએ કે, વંદે ભારત મેટ્રો ટ્રેનની પહેલો પહેલો વીડિયો સામે આવ્યો છે....
vande bharat metro  જુઓ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક  આ શહેરોને મળશે પહેલી સુવિધા

Vande Bharat Metro: ભારતમાં અત્યારે વંદે ભારત ટ્રેનો તો ખુબ ચાલી રહીં છે. પરંતુ હવે ભારતમાં વંદે ભારત મેટ્રો (Vande Bharat Metro) પણ ચાલવાની તૈયારી છે. તમને જણાવી દઈએ કે, વંદે ભારત મેટ્રો ટ્રેનની પહેલો પહેલો વીડિયો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ ખાસ મેટ્રોનું આ વર્ષે જ ટ્રાયલ જુલાઈમાં જ કરવામાં આવે છે. પંજાબના કપૂરથલામાં એક રેલ કોટ ફેક્ટરીમાં આપણા વંદે ભારત મેટ્રોના કેટલાક ડબ્બાઓ બનીને તૈયાર થઈ ગયા છે.

Advertisement

પહેલા માત્ર 50 મેટ્રો ટ્રેન બનાવવામાં આવશે

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, પહેલા આ પ્રકારની 50 ટ્રેનો તૈયાર કરવામાં આવશે, પરંતુ ત્યાર બાદ ધીરે ધીરે તેની સંખ્યા વધારીને 400 કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વંદે ભારત મેટ્રો ટ્રેનની ઝડપ 100 કિમીથી લઈને 250 કિમી વચ્ચે રાખવામાં આવી છે. મેટ્રોની વધારે વાત કરવામાં આવે તો, ડિફોલ્ટ કન્ફિગરેશન તરીકે 12 કોચ હશે, પરંતુ તેને 16 કોચ સુધી વધારી શકાય છે.

તમને જણાવી દઈએ કે, વંદે ભારત દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે. જેને 15 ફેબ્રુઆરી 2019 થી નવી દિલ્હી અને વારાણસીમાંથી શરૂ કરવામાં આવી હતી. આજે ભારતમાં 102 વંદે ભારત ટ્રેનો 24 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 248 જિલ્લાઓમાં ચાલી રહી છે.

Advertisement

વંદે ભારત મેટ્રો આવવાથી મોટા પ્રમાણમાં ફાયદાઓ થશે

નોંધનીય છે કે, મુંબઈની લોકલ ટ્રેનને આવતા ત્રણ વર્ષોમાં વંદે ભારત મેટ્રો ટ્રેનથી બદલી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં અત્યારે મોટા પ્રમાણમાં લોકો લોકલ ટ્રેનમાં સફર કરતા હોય છે. જેથી વંદે ભારત મેટ્રો આવવાથી મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વંદે ભારત મેટ્રોના 50 રેકના નિર્માણ બાદ વધુ 400 રેક બનાવવાનો ઓર્ડર આપવામાં આવશે. તેમણે કહ્યું કે વંદે ભારત મેટ્રો દેશના 12 મોટા અને મધ્યમ શહેરો વચ્ચે દૈનિક મુસાફરીની સુવિધા પૂરી પાડશે.

Advertisement

ભારતના આ શહેરોને મળશે વંદે ભારત મેટ્રો ટ્રેન

વંદે ભારત મેટ્રો ટ્રેનની વિગતે વાત કરવામાં આવે તો 12 ડબ્બા વાળી આ ટ્રેન હશે. જો કે, તેમાં જરૂર પડશે તો તેમાં બીજા પણ ડબ્બા પણ ઉમેરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આવતા સમયમાં મુંબઈ, કોલકાતા, ચેન્નઈ જેવા મહાનગરોમાં ચાલતી ટ્રેનોને વંદે ભારત મેટ્રોમાં બદલી દેવામાં આવશે, જેમાં રોજ સફર કરતા લોકોને વધારે ઝડપથી ચાલતી ટ્રેનની સેવા મળશે અને સારી સુવિધાઓ મળશે.

 આ પણ વાંચો: DRDO : ભારતે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, નેવીને મળશે આ ઘાતક હથિયાર…

આ પણ વાંચો: Maharashtra : નાસિક હાઈવે પર જોરદાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 5 લોકોના મોત…

આ પણ વાંચો: LPG Cylinder Price: મોંઘવારીમાં મોટી રાહત! LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવો ભાવ

Tags :
Advertisement

.