ગુજરાતથી મુંબઈ જઈ રહી ટ્રેનમાં Firing, RPF ના ASI સહિત 4 લોકોના મોત
ગુજરાતથી મુંબઈ જઇ રહેલી જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં બની હતી. મૃતકોમાં એક RPF ASI અને ત્રણ મુસાફરોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોન્સ્ટેબલ ચેતને ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો છે.
ટ્રેનમાં ગોળીબાર, 4 લોકોના મોત
જણાવી દઈએ કે, જયપુર એક્સપ્રેસ જયપુરથી મુંબઈ જઈ રહી હતી. અહેવાલો અનુસાર, કોન્સ્ટેબલનો તેના સાથીદાર સાથે વિવાદ થયો અને જ્યારે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરી, ત્યારે આરોપીએ ગોળીબાર કર્યો, જેમાં ચાર લોકોના મોત થયા છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. જીઆરપી મુંબઈના જવાનોએ આરોપી કોન્સ્ટેબલ ચેતનને કસ્ટડીમાં લઇ લીધો છે. આ ગોળીબાર સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે. અચાનક શરૂ થયેલી આ ફાયરિંગની ઘટનામાં કેટલાક મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
An RPF constable opened fire inside a moving Jaipur Express Train after it crossed Palghar Station. He shot one RPF ASI and three other passengers and jumped out of the train near Dahisar Station. The accused constable has been detained along with his weapon. More details…
— ANI (@ANI) July 31, 2023
ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલ ઝડપાયો
ફાયરિંગની આ ઘટના 31 જુલાઈના રોજ સવારે 5.23 વાગ્યે ટ્રેન નંબર 12956 જયપુર એક્સપ્રેસમાં બની હતી. બોગી B-5 માં ગોળી ચલાવવામાં આવી. એસ્કોર્ટ ડ્યુટી પર તૈનાત સીટી ચેતને એસ્કોર્ટ ઈન્ચાર્જ એએસઆઈ પર ગોળીબાર કર્યો હતો. ભાયંદર ચોકી પરથી કોન્સ્ટેબલ ઝડપાયો છે. ડીસીપી નોર્થ જીઆરપીને ઘટનાની જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Rajasthan : એવું તો શું થયું કે માતાએ જ પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કરી…, કારણ જાણી ચોંકી જશો
આ પણ વાંચો - Crime News : બોલિવૂડના જાણીતા કલાકારોના નામે કરી કરોડોની છેતરપિંડી, STF એ આરોપીઓને દબોચ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ