પાકિસ્તાન-અફઘાન સરહદ પર સ્કૂલમાં ફાયરિંગ, 7 શિક્ષકના મોત
આજે કેટલાક આતંકવાદીઓએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલી પારાચિનારની શાળામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 7 શિક્ષકોના મોત થયાના સમાચાર છે. અત્યાર સુધીની માહિતી મુજબ કેટલાક હથિયારધારી માણસો સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિયા સમુદાયના છે. મળતી માહિતી અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જે જગ્યાએ ગોળીબાર થયો તે અફઘાન સરહદને અડીને છે. પારાચિનાર દાયકાઓથી સૈન્યના નેતૃત્વમાં શિયા નરસંહારનું સ્થળ છે.
હક્કાની નેટવર્કે પરચિનાર વિસ્તારમાં તબાહી મચાવી છે. અહીંના લોકોએ આ નેટવર્કથી ઘણી હિંસાનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો- બિલાવલ ભુટ્ટો ગોવા આવવા રવાના, ભારત સાથેની વાતચીત પર નજર