Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Gandhi વિરુદ્ધ નોંધાઈ FIR, પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યું વિઘ્ન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર FIR થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ વિરુદ્ધ આસામમાં FIR નોંધવામાં આવી છે. તાજેતરમાં તેઓ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) નું નેતૃત્વ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી...
rahul gandhi વિરુદ્ધ નોંધાઈ fir  પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યું વિઘ્ન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર FIR થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ વિરુદ્ધ આસામમાં FIR નોંધવામાં આવી છે. તાજેતરમાં તેઓ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) નું નેતૃત્વ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં છે. જણાવી દઇએ કે, રાહુલ ગાંધી (Rahul Gandhi) ઉપરાંત કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) અને રાહુલ ગાંધી વચ્ચે જોરદાર દલીલબાજી જોવા મળી રહી છે.

Advertisement

જાણો કેમ રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાઈ FIR ?

લોકસભાની ચૂંટણી આ વર્ષે યોજોવાની છે જેને લઇને તમામ પાર્ટીઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે. તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. જોકે, એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ યાત્રાનો ઉદ્દેશ રાજકીય નથી. શું ખરેખર એવું બની શકે કે લોકસભાની ચૂંટણી (LokSabha Election) નજીક આવી હોય અને કોઇ પાર્ટીનો સૌથી મોટો ચહેરો કોઇ રાજકીય ઉદ્દેશ વિના આ પ્રકારની યાત્રા નીકાળે. આ યાત્રાને લઇને રોજ કોઇને કોઇ મોટા સમાચાર સામે આવતા રહે છે. હવે મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી વિરુદ્ધ આસામમાં FIR નોંધાઈ છે. સુત્રોની માનીએ તો રાહુલ ગાંધી (Rahul Gandhi) આસામમાં વહીવટીતંત્ર સાથે વિવાદમાં છે. કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોને ગુવાહાટીના મુખ્ય માર્ગો પર પ્રવેશતા રોકવા માટે હાઈવે પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ તોડી નાખ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. હવે આ મામલામાં આસામ પોલીસે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય પક્ષના નેતાઓ સામે હિંસામાં સંડોવણી બદલ FIR નોંધી છે.

Advertisement

રાહુલ ગાંધી વિરુદ્ધ કેમ નોંધાઈ FIR?

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે, કોંગ્રેસના સભ્યો દ્વારા આજે હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસકર્મીઓ પર હુમલા બદલ રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને કન્હૈયા કુમાર અને અન્ય નેતાઓ વિરુદ્ધ અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. અગાઉ સરમાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે મોટી સંખ્યામાં લોકો અને વાહનો સાથે ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી શહેર માટે ખતરો ઉભો થયો હતો. વૈકલ્પિક માર્ગો લેવાની વારંવારની ચેતવણી છતાં કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. તેમણે આગળ કહ્યું કે, જો 3000 લોકો અને 200 વાહનો ગુવાહાટીમાં પ્રવેશ્યા હોત તો શું થયું હોત તેની આપણે કલ્પના જ કરી શકીએ છીએ. તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ માટે તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ પોલીસ તપાસ કરીને તેમની ધરપકડ કરાશે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કલમો વિશે માહિતી આપી

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસના સભ્યો દ્વારા હિંસા, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલાના અનિયંત્રિત કૃત્યોના સંદર્ભમાં રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 120(B) 143/147/188/283/353/332/333/427 IPC r/w કલમ 3 PDPP એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. અગાઉ, મુખ્યમંત્રીએ રાજ્યના પોલીસ મહાનિર્દેશકને બેરિકેડ તોડવા માટે ભીડને ઉશ્કેરવા બદલ રાહુલ ગાંધી સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ayodhya Police News: અયોધ્યામાં દર્શનાર્થીઓની ભારે ભીડ, સોશિયલ મીડિયા પર અફવાઓ

આ પણ વાંચો - Subhash Chandra Bose : અંગ્રેજો સામે લડવા તૈયાર કરી હતી આઝાદ હિંદ ફોજ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.