Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ : CM ભૂપેન્દ્ર પટેલ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ" યોજાયો શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય અગ્રણીઓ હાજર રહ્યા. સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 'રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ' છે. : CM Bhupendra Patel સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ...
ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરતી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ   cm ભૂપેન્દ્ર પટેલ
Advertisement
  1. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ" યોજાયો
  2. શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય અગ્રણીઓ હાજર રહ્યા.
  3. સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 'રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ' છે. : CM Bhupendra Patel

સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં તત્વાધાનમાં, ગુજરાત પ્રવાસન નિગમનાં સહયોગથી છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ" નાં અંતિમ દિવસે પુરસ્કાર અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) તથા જાણીતા લેખક, નિર્દેશક પદ્મશ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ગરિમામય ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પ્રાંગણમાં યોજાયો હતો.

કાર્યક્રમનાં પ્રારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં (Babasaheb Ambedkar Open University) પ્રાંગણમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

Advertisement

ગુજરાતી ફિલ્મ જગતને વિશિષ્ટ મંચ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે બે દિવસનાં "સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 277 શોર્ટ ફિલ્મ આવી હતી. અનેક નામાંકિત કલાકારો, નિર્માતા, નિર્દેશકો, વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ તથા ફિલ્મ ચાહકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં...

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 'મિટ્ટી પાની' ફિલ્મ માટે શ્રેય મરડિયાને,
શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ 'મિટ્ટી પાની' ફિલ્મ માટે કિર્તી સોનીને
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો એવોર્ડ "લાલી" ફિલ્મને
શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ 'મિટ્ટી પાની' ફિલ્મ માટે આદ્યા ત્રિવેદીને
બેસ્ટ શોર્ટ ફિલ્મ સ્પેશિયલ મેન્શનનો એવોર્ડ "એની" ફિલ્મનાં ફાળે ગયો હતો.
બેસ્ટ ફીચર ફિલ્મ સ્પેશિયલ મેન્શનનો એવોર્ડ ગુજરાતી ફિલ્મ "કસુંબો" ને
બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મનો એવોર્ડ "ચાંડાલ" ફિલ્મને,
બેસ્ટ ડોક્યુમન્ટ્રી ફિલ્મ સ્પેશિયલ મેન્શનનો એવોર્ડ 'વોર ઍન્ડ અવર વોઇસીઝ'ને આપવામાં આવ્યો.

આ ઉપરાંત બેસ્ટ રાઇટર, બેસ્ટ એનિમેશન ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત શોર્ટ ફેસ્ટ એવોર્ડ (Saptarang Short Fest) વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને કસબીઓને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઊજાગર કરતી ફિલ્મોનું નિર્માણ કરવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એ કલા, કથા અને સંસ્કૃતિની ભૂમિ છે અને લોક સંસ્કૃતિને જિવંત રાખવાનું કામ ફિલ્મો કરે છે. ત્યારે આ પ્રકારનાં આયોજનો વિવિધ સંસ્કૃતિઓનાં સમન્વયમાં સેતુરૂપ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો - Short Film Festival કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ Film અને Web Series બાબતે કરી આ ખાસ વાત

આ પ્રસંગે મુખ્યત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) સપ્તરંગ ફિલ્મ સોસાયટીને અભિનંદન પાઠવતા કહ્યું કે, ગુજરાતની અસ્મિતાને ગૌરવ અને સન્માનને નવી ઊંચાઈ આપતો આ ઉત્સવ સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 'રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ' છે.

આપણે સૌ આપણી સંસ્કૃતિ અને વિરાસતને વિશ્વ સમક્ષ ઊજાગર કરીએ. ગુજરાત સમૃદ્ધ વારસો અને ગાથાઓની ભૂમિ છે, જેણે અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. આજનો આ કાર્યક્રમ પણ એની ઉજવણી કરવાનો અનેરો અવસર છે. ફિલ્મ જગત માટે જે દ્રષ્ટિ કેળવાઈ રહી છે એમાંથી સૌને બહાર લાવવાનું આપનું કામ છે. પરિવાર સાથે જોઈ ન શકાય એવી બાબતો પીરસાય એવું જોવું જોઈએ.

આ પણ વાંચો - Viramgam : 'નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસકામોમાં 1 રૂપિયો ખૂટે તેમ નથી' : CM

આ પ્રસંગે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનારા પર્ફોર્મિંગ આર્ટ્સ કોર્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendra Patel) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં સપ્તરંગ ફિલ્મ સોસાયટીનાં અધ્યક્ષ વંદન શાહ, જાણીતા કલાકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Dr. Chandraprakash Dwivedi), બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનાં કુલપતિ અમીબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રાંત પ્રચાર પ્રમુખ વિજયભાઈ ઠાકર સહિત જાણીતા ફિલ્મ નિર્માતાઓ તેમ જ કલાકારો-કસબીઓ અને ફિલ્મચાહકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ વિતરણ દરમિયાન દશાવતાર તથા યોગને દર્શાવતા નૃત્ય તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પણ વાંચો - Gandhinagar : 22 મીએ અધિકારીઓ માટે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ વર્ગ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM આપશે હાજરી

Tags :
Advertisement

.

×