Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાલનપુર માર્કેટયાર્ડમાં લાગી ભીષણ આગ, 10 દુકાનો આવી ચપેટમાં

પાલપુરથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરના માર્કેટયાર્ડ ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગનો બનાવ બનતા પાલનપુર માર્કેટયાર્ડની 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી હતી. આ દુકાનોમાં આગ લાગતાં અનાજ બળીને ખાખ થયું છે. પાલનપુર...
પાલનપુર માર્કેટયાર્ડમાં લાગી ભીષણ આગ  10 દુકાનો આવી ચપેટમાં

પાલપુરથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુરના માર્કેટયાર્ડ ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ આગનો બનાવ બનતા પાલનપુર માર્કેટયાર્ડની 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી હતી. આ દુકાનોમાં આગ લાગતાં અનાજ બળીને ખાખ થયું છે.

Advertisement

પાલનપુર માર્કેટયાર્ડમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. માર્કેટયાર્ડમાં લાગેલ આગની ચપેટમાં 10 દુકાનો આવી હતી. આ દુકાનોમાં અનાજ ભરેલ હતું, જે હવે આગ લાગતાં બળીને ખાખ થયું છે. અચાનક આગ લાગતાં માર્કેટયાર્ડમાં ભાગદોડ મચી જવા પામી હતી અને આગની લપટોને શાંત કરવા માટે સ્થાનિકો પ્રયાસમાં લાગી ગયા હતા. ત્યાર બાદ પાલનપુર પાલિકા ફાયર ફાયટર ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને તેના દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો.

Advertisement

પ્રાથમિક અનુમાન લગાવતા એવું સામે આવ્યું છે કે આ આગ લાગવા પાછળનું કારણ સોટશર્કીટ હોઈ શકે છે. માર્કેટયાર્ડમાં આ આગનો બનાવ બનતા 10 દુકાનો ચપેટમાં આવી હતી જેમાં રહેલ અનાજ બળીને ખાખ થઈ જતા વેપારીઓને નુકશાન થયું છે.

Advertisement

આ પણ વાંચો -- Cybercrime: સુરત શહેર પોલીસે વિકસાવ્યું હાઈટેક ચેટબોટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.