Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓમાં અફરા તફરી

અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગતાં તબીબી સ્ટાફ અને દર્દીઓમાં અફરા તફરી મચી ગઇ હતી. હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં ઘણા દર્દીઓ હતા, જે આગ લાગતાં જ બહારની તરફ દોડયા હતા. ભારે ધુમાડાના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને  શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. આગની જાણ થતાં તત્કાળ ફાયર બ્રિગેડ પણ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવાની કોશિશ શરુ કરી હતી. અમૃતસરની ગુરુ નાનàª
અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં ભીષણ આગ  દર્દીઓમાં અફરા તફરી
અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં શનિવારે બપોરે ભીષણ આગ લાગતાં તબીબી સ્ટાફ અને દર્દીઓમાં અફરા તફરી મચી ગઇ હતી. હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં ઘણા દર્દીઓ હતા, જે આગ લાગતાં જ બહારની તરફ દોડયા હતા. ભારે ધુમાડાના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને  શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. આગની જાણ થતાં તત્કાળ ફાયર બ્રિગેડ પણ સ્થળ પર પહોંચ્યું હતું અને આગ બુઝાવાની કોશિશ શરુ કરી હતી. 
અમૃતસરની ગુરુ નાનક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અચાનક આગે લપકારા લેતાં મેડીકલ સ્ટાફ અને દર્દીઓમાં દોડધામ મચી ગઇ હતી. હોસ્પિટલના પાછળના ભાગે આવેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આગ હોસ્પિટલ સુધી પહોંચી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ એક પછી એક ટ્રાન્સફોર્મરમાં આગ પ્રસરી હતી અને જોત જોતામાં હોસ્પિટલના અલગ અલગ સ્થળોએ આગ ફેલાઇ ગઇ હતી. 
આગ એટલી ઝડપથી ફેલાઇ રહી હતી કે લોકોને બહાર નિકળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. આગ જોતાં જ ચારે ચરફ હાહાકાર મચી ગયો હતો. ધુમાડો એટલો બધો છવાયો હતો કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. લોકો સીધા હોસ્પિટલની બહાર દોડયા હતા અને રસ્તા તરફ ભાગતાં નજરે પડયા હતા. કેટલાક દર્દીઓ તો રસ્તા પર જ ઢળી પડયા હતા. દર્દીઓએ કહ્યું કે આગનો ધુમાડો જ એટલો બધો હતો કે શ્વાસ લેવો મુશ્કેલ થઇ પડયો હતો પણ તેમને કોઇએ મદદ કરી ન હતી અને તેઓ જાતે જ બહાર આવી ગયા હતા. 
આગની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું છે અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિશ કરી હતી.ભારે પ્રયાસો પછી ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં સફળતા મળી હતી. જો કે આગના કારણે હોસ્પિટલની બિલ્ડીંગ બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે જાનહાનિના સમાચાર હજું મળ્યા નથી. 
Advertisement
Tags :
Advertisement

.