Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Salangpur: હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રોના મુદ્દે સનાતન સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર દલીલો

સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં...
salangpur  હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રોના મુદ્દે સનાતન સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર દલીલો
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા જે ચિત્રોમાં હનુમાનજી દાદા સ્વામિનારાયણ ભગવાનના બાલ્ય અવસ્થા રૂપે ના નીલકંઠવર્ણીના દાસ બનીને બેઠા હોય તે પ્રમાણે દર્શાવાયા હતા. આ ચિત્રોથી ભારે વિવાદ ફેલાયો છે. આજે સનાતન સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે આ મામલે ઉગ્ર ચર્ચા થઇ હતી. સનાતન સંતોએ એ જાણવાનો આગ્રહ કર્યો હતો કે આ પ્રકારના ચિત્રો લગાવવાનો આદેશ કોણે આપ્યો હતો તેનો જવાબ આપો.
ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે
પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે લાગેલા કેટલાક ભીંત ચિત્રોનો વિવાદ વકરી રહ્યો છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી છે. તમામ સનાતન સંતોએ આવા ભીંત ચિત્રો હટાવી લેવાની માગ કરી છે.
સનાતન સાધુઓ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર ચર્ચા
દરમિયાન આજે આ વિવાદમાં સનાતન સાધુઓ અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હતી. ચર્ચામાં સનાતન સંતોએ માગ કરી હતી  કે આ ચિત્રો બનાવાનો ઓર્ડર કોણે આપ્યો તે જાહેર કરો. સનાતન સંતો સાથે શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા અને ભારે દલીલો થઇ હતી. એક તબક્કે પોલીસને પણ  દરમિયાનગિરી કરવી પડી હતી.
હનુમાનજી કોઇના દાસ નથી
ચર્ચામાં સંતોએ કહ્યું કે હનુમાનજી કોઇના દાસ નથી. તે ખાલી રામના દાસ છે તે સિવાય કોઇના દાસ નથી.  આ તકતી લગાવાનો ઓર્ડર કોણે આપ્યો તે જાહેર કરો. મહર્ષિ વેદ વ્યાસે લખ્યું હોય તો બતાવો અમને. તમે પુસ્તક બતાવીને કહો છો કે ઓલાએ આમ કહ્યું. તમે લખો તે સાચું. જેવું છાપવું હોય તેવુ છપાય. સંતો અને શ્રદ્ધાળુઓએ કહ્યું કે તમારી માનસિક્તા એવી છે કે આ ભગવાન મોટો,  તમારુ બધુ હાંભળ્યું. હાંભળી હાંભળી થાકી ગયા.  તમે હનુમાનજીનું અપમાન કર્યું તે અમારું અપમાન છે.
હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવું તે અયોગ્ય
બીજી તરફ અખિલ ભારતીય શ્રીપંચ રામાનંદનીય ખાખી અખાડા અને વૈષ્ણવ સમ્રાટ એવા મહંત શ્રી મોહનદાસજી મહારાજે પોતાની પ્રતિક્રિયા આપી હતી.  તેમણે કહ્યું કે હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવું તે અયોગ્ય છે તે માત્ર ભગવાન શ્રીરામના ભક્ત છે તેથી તેને તાત્કાલિક અસરથી હટાવી લેવું જોઈએ જેથી આ વિવાદ સમાપ્ત થાય..
સંતોનો રોષ
ભાવનગર મહુવાના કૈલાસ ધામ કોટીયા આશ્રમનાં બાપુ જુના અખાડાના થાણા પતિ લહેર ગીરી બાપુએ હનુમાનજીનાં ભીંત ચિત્રને લઈ રોષ વ્યકત કર્યો હતો અને કહ્યું કે  હનુમાનજીની આ પ્રતિમાને લઇ સમગ્ર હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે. સ્વામિનારાયણના વહીવટકર્તા ચિત્ર હટાવીને પોતાની ભૂલ સ્વીકારે અથવા વૈમનસ્ય ઉભું થશે. સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આ મામલે ભાવનગર પાલીતાણા નાની રાજસ્થળી આશ્રમના સંત શરણાનંદ બાપુએ કહ્યું કે હિન્દુ ધર્મના દેવોને સુનિયોજીત એક સંપ્રદાયના ભગવાન બનાવી દાસ તરીકે ચીતરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણને તમે ભગવાન માનો પરંતુ શિવ અને હનુમાનજી ને દાસ બતાવી વૈમનસ્ય ઉભુ કરી રહ્યા છો.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

Tags :
Advertisement

.