Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં આગામી 48 કલાક ગંભીર, માર્શલ લૉ લદાવાની આશંકા

પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સળગી રહ્યું છે. દેશભરમાંથી હિંસાના અહેવાલો છે. ઈમરાનના સમર્થકો આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે.  દરમિયાન ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી પણ ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ઈમરાનની ધરપકડને યથાવત રાખી છે.  વોટ્સએપ અને ફેસબુક...
09:22 AM May 10, 2023 IST | Vipul Pandya
પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સળગી રહ્યું છે. દેશભરમાંથી હિંસાના અહેવાલો છે. ઈમરાનના સમર્થકો આગચંપી અને તોડફોડ કરી રહ્યા છે.  દરમિયાન ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી પણ ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ઈમરાનની ધરપકડને યથાવત રાખી છે.
 વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક 
ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. હિંસાને જોતા સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં મોબાઈલ ઈન્ટરનેટ બાદ હવે ટ્વિટર સેવા બંધ થઈ ગઈ છે. પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઈલ બ્રોડબેન્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે
પાકિસ્તાન માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ત્યાં માર્શલ લૉ લાદી શકાય છે. ઈમરાનના સમર્થકો પાકિસ્તાનની સેનામાં બળવો કરી શકે છે. ઈમરાન વિરોધી લશ્કરી અધિકારીઓના ઘરો પર હુમલો થઈ શકે છે. ઈમરાનના સમર્થનમાં બળવો વધુ ભડકી શકે છે. જો પાકિસ્તાનની સેના કડક કાર્યવાહી કરશે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
ઈમરાનની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મંગળવારે કેટલાક મામલાની સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા.  ઈમરાન ખાન જ્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાનું બાયોમેટ્રિક્સ કરાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાના રેન્જર્સ કાચ તોડી રૂમમાં ઘૂસી ગયા હતા અને તેમની ધરપકડ કરી હતી. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ શરૂઆતમાં તેની ધરપકડને અપહરણ ગણાવી હતી. ઈમરાન ખાનની ધરપકડ કર્યા બાદ પાક રેન્જર્સ તેમને કાર સુધી ખેંચી ગયા હતા.  ધરપકડ બાદ જ ઈસ્લામાબાદ શહેરમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા અને દેશભરમાં હિંસક પ્રદર્શનો થવા લાગ્યા. પાકિસ્તાનના પૂર્વ પીએમની ધરપકડ બાદ વાતાવરણ એટલું બગડ્યું કે સરકારે સમગ્ર દેશમાં કલમ 144 લાગુ કરવી પડી.
ઈમરાનને હાઈકોર્ટમાંથી રાહત ના મળી
ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં તેમની પાર્ટી પીટીઆઈ ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચી હતી અને કોર્ટ પાસે માંગ કરી હતી કે પૂર્વ પીએમને મુક્ત કરવામાં આવે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આ મામલાને ગંભીરતાથી લીધો અને મંગળવારે બપોરે જ તમામ અધિકારીઓને તરત જ કોર્ટરૂમમાં બોલાવ્યા. જો કે મોડી રાત્રે સાડા દસ વાગ્યે આવેલા નિર્ણયમાં ઈમરાન ખાનને કોઈ રાહત મળી નથી.
અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ
ઈમરાન ખાન વિરુદ્ધ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં છેતરપિંડી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ સમગ્ર વિવાદ અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે સંબંધિત છે. ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને તેમના નજીકના સાથીદારો ઝુલ્ફીકાર બુખારી અને બાબર અવાને પંજાબના ઝેલમ જિલ્લાના સોહાવા તાલુકામાં 'ગુણવત્તાયુક્ત શિક્ષણ' પ્રદાન કરવા અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે અલ-કાદિર પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી હતી.  દાનમાં આપેલી જમીનના દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ છે. ઈમરાન અને તેમની પત્નીએ યુનિવર્સિટી માટે ગેરકાયદેસર રીતે જમીન હડપ કરી હતી અને બંનેએ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝને ધરપકડના નામે ધમકી આપીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી હતી.
આ પણ વાંચો---US: જાતીય શોષણના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત, થયો આટલો દંડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Imran KhanImran Khan arrestmartial lawPakistan
Next Article