Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તેલંગાણામાં પ્રચાર દરમિયાન સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો

તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર દરમિયાન શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે દુબકાના બીઆરએસ ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી સોમવારે સિદ્ધીપેટમાં ચૂંટણી પ્રચાર...
તેલંગાણામાં પ્રચાર દરમિયાન સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો

તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર દરમિયાન શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે દુબકાના બીઆરએસ ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી સોમવારે સિદ્ધીપેટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક પાદરીના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટોળામાંથી કોઈ અજાણ્યા શખ્સે તેમના પેટમાં ચાકૂ મારી દીધું હતું. પ્રભાકર રેડ્ડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરને રેલીમાં બીઆરએસ કાર્યકરોએ પકડી લીધો હતો અને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો. સિદ્ધિપેટ પોલીસ કમિશનર એન શ્વેતાએ કહ્યું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.

Advertisement

હાથ મિલાવવાના બહાને હુમલો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક અજાણ્યો વ્યક્તિ ભીડમાંથી બહાર આવ્યો અને પ્રભાકર રેડ્ડીની સામે આવ્યો. એવું લાગતું હતું કે નેતા તેમની (સાંસદ) સાથે હાથ મિલાવવા માંગે છે, પરંતુ તેણે અચાનક છરી કાઢી અને તેમના પેટમાં છરી મારી દીધી. આ ઘટના બનતાં સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. સાંસદને ગજવેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કોઈક રીતે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

Advertisement

સાંસદ પ્રભાકર રેડ્ડી સંપૂર્ણપણે ખતરાની બહાર

Advertisement

સિદ્દીપેટ કમિશનર એન શ્વેતાના જણાવ્યા અનુસાર, "સાંસદ પ્રભાકર રેડ્ડી સંપૂર્ણપણે ખતરાની બહાર છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પ્રચાર માટે દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક એક વ્યક્તિએ તેમના પર છરી વડે હુમલો કર્યો.

2014ની પેટાચૂંટણી જીતી હતી

પ્રભાકર રેડ્ડીએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર તરીકે મેડક (લોકસભા મતવિસ્તાર) માટે 2014ની પેટાચૂંટણી જીતી હતી. તેમણે પેટાચૂંટણીમાં 3,61,833 મતોના માર્જિનથી જીત મેળવી હતી, જે વિપક્ષી પાર્ટી માટે મોટો ફટકો હતો.

આ પણ વાંચો----J & K : જમ્મુ કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલીંગનો સિલસિલો, મજૂરની હત્યા

Tags :
Advertisement

.