FARMER PROTEST: ખેડૂતોએ કેન્દ્ર સરકારની દરખાસ્ત ફગાવી, ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી
FARMER PROTEST: ખેડૂતો પોતાના માંગણીઓને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો પરંચુ આ પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો અત્યારે પોતાનું આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે. મળતી વિગતો પ્રમાણે 37 ખેડૂત સંગઠનોએ સરકારનો પ્રસ્તાવ નામંજૂર કરી દીધો છે. કેન્દ્રીય મંત્રીઓની સાથે થયેલી ચર્ચા બાદ ખેડૂતોએ પ્રસ્તાવને ફગાવી દીધો છે, અને અત્યારે ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચની તૈયારી આરંભી દીધી છે.
કિસાન મોરચાએ પણ 21મીથી બે દિવસીય બેઠક બોલાવી
સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે 23 ફેબ્રુઆરીથી નોઇડના ખેડૂતો દિલ્હી કૂચ કરવાના છે. જો કે, સરકારે ખેડૂતોની અન્ય માગ પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આ બાજુ કિસાન મોરચાએ પણ 21મીથી બે દિવસીય બેઠક બોલાવીની વાત કરી છે. રવિવારે રાત્રે ચંદીગઢમાં કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. અગાઉ ત્રણ મંત્રણા અનિર્ણિત રહી હતી. ચોથી બેઠકમાં સરકાર દ્વારા ખેડૂતોને 5 પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સરકારનો પ્રસ્તાવ ખેડૂત સંગઠનોને સ્વીકાર્ય છે કે નહીં. ખેડૂત સંગઠનોએ આ અંગે નિર્ણય લેવા માટે 48 કલાકનો સમય માંગ્યો હતો. એવી અપેક્ષા હતી કે ખેડૂતો સરકારની વાત સાંભળશે અને વિરોધનો અંત લાવશે. પરંતુ તેમ ન થતાં ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવીને દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે.
#WATCH | On the 'Delhi Chalo' march scheduled for Feb 21, farmer leader Sarwan Singh Pandher says, "...The intention of the govt was very clear that they would not let us enter Delhi at any cost...If you don't want to find a solution through discussion with farmers then we should… pic.twitter.com/fjxp7nU92u
— ANI (@ANI) February 20, 2024
7 દિવસમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતિ નહિવત
ઉલ્લેખનીય છે કે, દિલ્હી તરફ કૂચ (Farmer Protest) પર અડગ રહેતા ખેડૂતોને કારણે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ 7 દિવસમાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી. અત્યારે તો ખેડૂતોએ પોતાના આંદોલનને વધુ ઉગ્ર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે, સરકારે ખેડૂતોની અન્ય માગ પર ચર્ચા માટે સમય માંગ્યો છે. હવે જોવાનું એ રહેશે આ આગળની બેઠકમાં સરકારની વાત (પ્રસ્તાવ)થી સહમત થશે કે, કેમ?
આ પણ વાંચો: PM Modi જમ્મુ-કાશ્મીરના પ્રવાસે, ત્રણ નવી AIIM સહિત 30,500 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ