101 કિસાન દિલ્હી કૂચ માટે તૈયાર, Shambhu border પર ચાંપતો બંદોબસ્ત
- Farmers ફરી એકવાર Delhi કૂચ માટે છે સજ્જ
- અંબાલા જિલ્લાના 11 ગામોમાં Internet સેવા બંધ કરી
- સેવાઓ 9 ડિસેમ્બરે રાત્રે 11.59 વાગ્યા સુધી સ્થગિત રહેશે
Farmers Protest : Shambhu border પર Farmers ના વિરોધને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સરહદ પર વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. Farmersને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે. ત્યારે રોડ પર લોખંડની ખીલીઓ પણ લગાવવામાં આવી રહી છે. કારણ કે... Farmers વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. Farmer leader Sarwan Singh Pandher એ ફરી એકવાર Delhi તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે.
અંબાલા જિલ્લાના 11 ગામોમાં Internet સેવા બંધ કરી
Farmer leader Sarwan Singh Pandher એના જણાવ્યા અનુસાર, 101 Farmers નું એક જૂથ 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે Delhi તરફ કૂચ કરશે. Farmers ની માંગણીઓ અંગે કોઈ નક્કર પહેલ કરવામાં આવી ન હોવાનો પણ ખેડૂત આગેવાનનો આક્ષેપ છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી વાતચીતનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. બીજી તરફ હરિયાણા સરકારે હાલમાં અંબાલા જિલ્લાના 11 ગામોમાં મોબાઈલ Internet અને એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવાની સુવિધા બલ્ક એસએમએસ સર્વિસને સ્થગિત કરી દીધી છે. આ સુવિધાને 9 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સિગારેટ અને તમાકુના વ્યસની છો? તો આ સમાચાર તમારા માટે જ
સેવાઓ 9 ડિસેમ્બરે રાત્રે 11.59 વાગ્યા સુધી સ્થગિત રહેશે
અંબાલામાં Internet પર પ્રતિબંધ શુક્રવાર બપોરે લાગુ કરવામાં આવ્યો છે. જેમાં અંબાલાના ડાંગદેહરી, લોહગઢ, માનકપુર, દાડિયાના, બારી ઘેલ, લાર્સ, કાલુ માજરા, દેવી નગર, સદ્દોપુર, સુલતાનપુર અને કાકરૂ ગામમાં Internet પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. અધિક મુખ્ય સચિવ સુમિતા મિશ્રા દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, આ સેવાઓ 9 ડિસેમ્બરે રાત્રે 11.59 વાગ્યા સુધી સ્થગિત રહેશે.
આ પણ વાંચો: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ગંભીર સ્થિતિમાં : CM Atishi