ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Visanagar: ટિકિટ ચેકિંગમાં નકલી ST કર્મચારી ઝડપાયો

મહેસાણાના વિસનગરમાં નકલી એસટી કર્મચારી ઝડપાયો ST બસમાં ટિકિટ ચેકિંગમાં પકડાયો નકલી કર્મચારી એસટી સ્ટાફનું બનાવટી આઈ કાર્ડ બતાવ્યું હતું નકલી એસટી કર્મચારીને પોલીસને હવાલે કરાયો વિજાપુરના બામણવા ગામનો યુવક હોવાનું સામે આવ્યું પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ...
11:19 AM Aug 21, 2024 IST | Vipul Pandya
Fake ST employee

Visanagar: મહેસાણાના વિસનગર (Visanagar) માં નકલી એસટી કર્મચારી પકડાયો છે. આ નકલી કર્મચારી ST બસમાં ટિકિટ ચેકિંગના દરમિયાન પકડાયો હતો.

હવે નકલી એસ.ટી કર્મચારી પણ પકડાયો

રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે ત્યારે હવે નકલી એસ.ટી કર્મચારી પણ પકડાયો છે. મહેસાણાના વિસનગરમાં નકલી એસટી કર્મચારી ઝડપાતા ચકચાર મચી ગઇ છે. બસમાં ટિકિટ ચેકિંગ કરાઇ રહ્યું હતું ત્યારે આ નકલી કર્મચારી પકડાયો હતો.એસટી નિગમમાં પ્રહરી નિરીક્ષણ તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ ચૌહાણ તેમની ટીમ સાથે મંગળવારે વિસનગર એસટી ડેપોમાં બસોમાં ચેકિંગ કરતા હતા. ત્યારે મહેસાણા-વિસનગર બસ (જીજે 18 ઝેડ 6835)માં એક મુસાફર પાસે ટિકિટ માગતાં તેણે એસટી સ્ટાફમાં છું.તેમ કહ્યું હતું

આ પણ વાંચો---VADODARA : 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ

એસ.ટી કર્મચારીનું બનાવટી આઇકાર્ડ બનાવ્યું

આ શખ્સે એસ.ટી કર્મચારીનું બનાવટી આઇકાર્ડ બનાવ્યું હતું અને તેના આધારે તે એસટી બસમાં મફતમાં મુસાફરી કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નકલી એસટી કર્મચારી પકડાતા એસટી વિભાગમાં ચકચાર મચી ગઇ છે.

નકલી એસટી કર્મચારીને પોલીસને હવાલે કરાયો

આ નકલી એસટી કર્મચારીને પોલીસને હવાલે કરાયો છે. તે વિજાપુરના બામણવા ગામનો યુવક હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બીજા શખ્સે તે સચિવ હોવાનો રોફ જમાવ્યો

બસમાં મુસાફરોની ટિકિટ ચેકિંગમાં આ શખ્સે એસટી કર્મચારીની ઓળખ આપી ખોટા દસ્તાવેજો બતાવ્યા હતા અને તેણે બોલાવેલા બીજા શખ્સે તે સચિવ હોવાનો રોફ જમાવતાં ડેપોમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન સચિવની ઓળખ આપનાર શખ્સ ફરાર થઈ ગયો હતો. વિજાપુરના બામણવા ગામના સોની ધવલ જીતેન્દ્રકુમારને પકડી પોલીસ હવાલે કરાયો હતો. જ્યારે સચિવની ઓળખ આપનાર રાકેશ પટેલ સહિત બંને સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો---SURAT: વધુ એક નકલી ફેક્ટરીનો થયો પર્દાફાશ, DETTOL અને HARPIC ની પ્રોડક્ટસનું કરાતું હતું ડુપ્લીકેશન

આ પણ વાંચો---Porbandar : પૈસાની જરૂર હોવાથી પ્રેમીએ પ્રેમિકા સાથે મળી બનાવ્યો એવો માસ્ટર પ્લાન, જાણી તમે પણ ચોંકી જશો!

આ પણ વાંચો---- Gandhinagar : તાંત્રિકો-ભુવાઓ પર સકંજો કસવા તૈયારી, કડક સજાની જોગવાઈ સાથે સરકાર લાવશે બિલ!

આ પણ વાંચો---- GUJARAT FIRST ના અહેવાલ બાદ વડોદરામાં મનરેગા કૌભાંડના તપાસમાં તેજી, તમામ શ્રમિકોના જોબકાર્ડની કરાશે તપાસ 

Tags :
Fake ST employeeGujaratVisanagarVisanagar POLICE
Next Article