Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ
Fake Office Scandal in Modasa: ગુજરાતમાં ફરી એક નકલી કચેલી કાંડ સામે આવ્યો છે. મોડાસામાં સિંચાઈ વિભાગની એક નકલી કચેલી ચાલતી હોવાની માહિતી સામે આવી છે. આવી નકરી કચેરીઓ ચાલતી રહેશે તો લોકો ક્યા જશે? શું પ્રશાસનને આની કોઈ જાણ છે કે નહીં? આવું કોઈ પહેલીવાર તો નથી થયું કે, નકલી કચેરી, નકલી ટોકનાકા અને નકલી ઓફિસ પકડાઈ છે. પરંતુ આવું આખરે ક્યા સુધી ચાલતું રહેશે? આ કચેલીમાં લોકોને જે કામે થયા હશે તેનું શું થશે તેવા સવાલો પણ થઈ રહ્યાં છે. નોંધનીય છે કે, બાયડના ધારાસભ્યએ અહીં ઓચિંતી રેડ કરી અને આખો કાંડ બહાર આવ્યો હતો.
કચેરીમાંથી કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવાયા
મળતી વિગતો પ્રમાણે અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કથિત કચેરી (Fake Office Scandal) ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ રાજ બંગ્લોઝમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરી હતી. તમને જણાવી દઇએ કે, કચેરીમાંથી કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવાવામાં આવ્યા છે. આ સાથે આગળની કાર્યવાહી માટે પણ અપીલો કરવામાં આવી છે. આ નકલી કચેરી છેલ્લા કેટલા સમયથી ચાલી રહીં હતી તે અંગે તો હજુ અનેક સવાલો થઈ રહ્યાં છે. પરંતુ અત્યારે તો ધારાસભ્યની રેડ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તપાસ કમિટીનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ પહોચાડવામાં આવશે
નોંધનીય છે કે, ડેપ્યુટી ડીડીઓની અધ્યક્ષતામાં અધિકારીઓના જવાબ મેળવાયા છે. આ સાથે સાથે જિલ્લા કલેકટર અને ડીડીઓ આ મામલે તપાસ કમિટીની પણ રચના કરશે. જેથી આ નકલી કચેરી કાંડ મામલે નક્કર કાર્યવાહી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, તપાસ કમિટીનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ પહોચાડવામાં આવશે અને કાર્યવાહીના પગલા ભરવામાં આવશે. અત્યારે આ નકલી કચેરીમાંથી 50થી પણ વધારે રબ્બર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, અનેક બીલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અહીંથી અનેક પેઢીના કોરા બીલો પણ મળી આવ્યા
તમને જણાવી દઇએ કે, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કથિત સિંચાઈ કચેરીની પોલ ખોલી હતી. નોંધનીય છે કે, અહીંથી અનેક દસ્તાવેજો અને અન્ય પણ ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ સાથે સાથે આગળની કાર્યવાહી માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે.સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી દસ્તાવેજો અને લેટરપેડ સાથે સાથે ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. જેથી અત્યારે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.