Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel માં મૃત સૈનિકોના શરીરમાંથી સ્પર્મ કાઢવાનો વધતો ક્રેઝ...!

ગાઝા સંઘર્ષના કારણે ઇઝરાયેલમાં નાગરિકો અને સૈનિકોના મૃત્યુની સંખ્યામાં વધારો મૃત સૈનિકોના શરીરમાંથી સ્પર્મ કાઢવાનું ચલણ વધ્યુ ઇઝરાયેલમાં હાલ મૃત્યુ પછી સ્પર્મ કાઢવા અંગે કોઈ કાનૂની નિયમ નથી આ સર્જરી કોઈના મૃત્યુ પછી 72 કલાકની અંદર કરવાની હોય છે...
israel માં મૃત સૈનિકોના શરીરમાંથી સ્પર્મ કાઢવાનો વધતો ક્રેઝ
  • ગાઝા સંઘર્ષના કારણે ઇઝરાયેલમાં નાગરિકો અને સૈનિકોના મૃત્યુની સંખ્યામાં વધારો
  • મૃત સૈનિકોના શરીરમાંથી સ્પર્મ કાઢવાનું ચલણ વધ્યુ
  • ઇઝરાયેલમાં હાલ મૃત્યુ પછી સ્પર્મ કાઢવા અંગે કોઈ કાનૂની નિયમ નથી
  • આ સર્જરી કોઈના મૃત્યુ પછી 72 કલાકની અંદર કરવાની હોય છે

Israel : ગાઝા સંઘર્ષના કારણે ઇઝરાયેલ (Israel) માં નાગરિકો અને સૈનિકોના મૃત્યુની સંખ્યામાં ગયા વર્ષે ઓક્ટોબરથી વધારો થયો છે. આ સાથે તેમના મૃતદેહમાંથી વીર્ય કાઢવાનું ચલણ પણ વધી ગયું છે. હાલમાં, ઇઝરાયેલમાં મૃત્યુ પછી સ્પર્મ કાઢવા અંગે કોઈ કાનૂની નિયમ નથી. જો કે, હવે મૃતદેહમાંથી સ્પર્મ કાઢનારા લોકોની સંખ્યા વધવાને કારણે દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સાંસદોએ કાયદો બનાવવાનું વિચારવાનું શરૂ કર્યું છે. બીબીસીના અહેવાલ મુજબ તાજેતરના મહિનાઓ ઈઝરાયેલ માટે ખૂબ જ પીડાદાયક રહ્યા છે. 7 ઓક્ટોબર, 2023થી અત્યાર સુધીમાં લગભગ 1600 ઈઝરાયેલના યુદ્ધમાં માર્યા ગયા છે.

Advertisement

170 સૈનિકો અને સામાન્ય લોકોના સ્પર્મ સાચવવામાં આવ્યા

1600માંથી 170 સૈનિકો અને સામાન્ય લોકોના સ્પર્મ સાચવવામાં આવ્યા છે. આ આંકડો લગભગ 15 ટકા આવે છે. ગયા વર્ષે આ સંખ્યા ઘણી ઓછી હતી.

આ પણ વાંચો---કળિયુગી માતા! દીકરીના અંતિમ સંસ્કાર પર દુલ્હની જેમ તૈયાર થઈ

Advertisement

આ સર્જરી કોઈના મૃત્યુ પછી 72 કલાકની અંદર કરવાની હોય છે

ડૉક્ટર્સનું કહેવું છે કે આ સર્જરી કોઈના મૃત્યુ પછી 72 કલાકની અંદર કરવાની હોય છે. આ પ્રક્રિયામાં, અંડકોષમાં એક ચીરો બનાવવાનો હોય છે અને પેશીની મદદથી તેને લેબમાં મોકલવામાં આવે છે. જ્યાં સુધી પરિવારને સ્પર્મનો ઉપયોગ કરવાની પરવાનગી ન મળે ત્યાં સુધી તેને સ્થિર અને સંગ્રહિત કરવામાં આવે છે. ઇઝરાયેલમાં સૈનિકો મોટાભાગે યુવાન હોય છે, તેથી શુક્રાણુ પુનઃપ્રાપ્તિની શક્યતાઓ વધુ હોય છે.

હવે તે કાયદાકીય બાધ્યતા નથી

અગાઉ આ પ્રક્રિયા ત્યારે જ કરવામાં આવતી હતી જ્યારે પરિવારે તેના માટે વિનંતી કરી હતી. કોર્ટની મંજુરી પણ મળતી હતી પરંતુ હવે તે કાયદાકીય બાધ્યતા નથી. આ જ કારણ છે કે સ્પર્મ પ્રિઝર્વ કરાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

Advertisement

આ પણ વાંચો--- આ તે કેવી મહિલા! જાહેર સ્થળો પર નીકાળે છે આંતરવસ્ત્ર, જુઓ Video

સૈનિકો પાસેથી અગાઉથી લેખિત સંમતિ લેવાની જોગવાઈ કરવામાં આવે

આને લગતું બિલ પસાર કરવાના પ્રયાસો સફળ થયા નથી. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પરિવારોએ સાબિત કરવું પડશે કે મૃત વ્યક્તિ સંતાન ઈચ્છે છે, તો જ વીર્ય નિષ્કર્ષણની મંજૂરી આપવામાં આવશે. યહૂદી ધર્મગુરુઓ ઈચ્છે છે કે સૈનિકો પાસેથી અગાઉથી લેખિત સંમતિ લેવાની જોગવાઈ કરવામાં આવે.

ઇઝરાયેલમાં ચર્ચા

આ બાબત ઈઝરાયેલમાં ચર્ચાનો વિષય છે. કેટલાક લોકો મૃત શરીરમાંથી શુક્રાણુ કાઢવાના સંપૂર્ણ વિરોધમાં છે. કેટલાક લોકો કહે છે કે મૃત શરીરને સંપૂર્ણ રીતે દફનાવવું જોઈએ. અન્ય લોકો તેને સંવેદનશીલ મુદ્દો ગણાવી રહ્યા છે. આ દેશમાં કાયદાકીય લડાઈ ચાલી રહી છે. પરિવાર કોર્ટમાં સાબિત કરવામાં સમય લઈ રહ્યો છે કે મૃતક બાળકો ઈચ્છે છે.

આ પણ વાંચો---- માતા તેના પુત્રના રૂમમાં 13 વર્ષના બાળકો સાથે શારીરિક સંબંધો બાંધીને....

Tags :
Advertisement

.