Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup ફાઈનલ મેચને લઇ ફેન્સમાં ઉત્સાહ, દરગાહમાં દુઆનો દૌર શરૂ

ICC ODI World Cup ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઇને ફેન્સમાં ઉત્સાહ બેવડાયો છે. ભારત ત્રીજીવાર વર્લ્ડકપ જીતીને દેશનું માન વધારશે તેવી તમામ દેશવાસીઓને આશા છે. આ ટૂર્નામેન્ટમાં અજય સાબિત થયેલી ટીમ...
world cup ફાઈનલ મેચને લઇ ફેન્સમાં ઉત્સાહ  દરગાહમાં દુઆનો દૌર શરૂ

ICC ODI World Cup ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઇને ફેન્સમાં ઉત્સાહ બેવડાયો છે. ભારત ત્રીજીવાર વર્લ્ડકપ જીતીને દેશનું માન વધારશે તેવી તમામ દેશવાસીઓને આશા છે. આ ટૂર્નામેન્ટમાં અજય સાબિત થયેલી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં જુસ્સો બરકરાર રાખીને વર્લ્ડ કપ જીતે તે માટે પ્રાર્થના હવન ચાલુ થઇ ગયા છે. ત્યારે મુસ્લિમોએ મસ્જિદ દરગાહમાં દુઆએ ખૈર કરી હતી.

Advertisement

ક્રિકેટ રસિકો જેની આતુરતા પૂર્વકનો ઇન્તેઝાર કરી રહ્યા છે તે વર્લ્ડ કપ હવે આપણો જલ્દી જ બનશે તેવી પૂરી આશા સાથે દેશભરમાં પ્રાર્થનાસભાઓ શરૂ થઇ ગઇ છે. દેશની શાન સમો તિરંગો મસ્જિદોમાં આન બાન અને શાનથી લહેરાઈ રહ્યો છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ માટે મુસ્લિમો પણ મસ્જિદો દરગાહમાં દુઆએ ખૈર કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમ 5 વખતના ચેમ્પિયન ગણાતા ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતુ કરીને ફાઇનલ મેચમાં ભવ્ય જીત હાંસિલ કરે તે માટે નમાજ દુઆઓ શરૂ કરવામાં આવી છે. મોહમ્મદ શમી, સિરાજ, બુમરાહ, જાડેજા જેવા બોલેરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની દાંડી ગુલ કરી નાખે તો ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડકપની ચોથી સેન્ચ્યુરી ફટકારે અને શુભમન ગીલ અને રોહિત ધુવાધાર બેટિંગ કરીને રનનો ખડકલો કરી આપે તેવી દુઆઓ મુસ્લિમ અગ્રણીઓએ કરી હતી. આ સાથે મસ્જિદના મૌલવી પણ આવી જ દુઆ કરી રહ્યા છે. જ્યારે શ્રેયસ ઐયર, સુર્યકુમાર, જાડેજા કોઈ કચાશ બાકીના રાખે અને 5 વાર વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાને ભો ભીતર કરીને દેશની શાન સમા વર્લ્ડકપની ફાઇનલમાં જીત મેળવે તેવી દુઆઓ અમરેલી જિલ્લાની મસ્જિદોમાં મુસ્લિમો કરી રહ્યા છે.

આ પણ વાંચો - ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી અડાલજની વાવ, કરાવ્યું ફોટોશૂટ

Advertisement

આ પણ વાંચો – WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

Tags :
Advertisement

.