Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nagrik Bank Elections : વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનો મામલો વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો રાજકીય ધુરંધરોએ નોંધાવી છે ઉમેદવારી 11 ડિરેક્ટરોની બેઠક માટે 38 ઉમેદવારી ફોર્મ ભરાયા ગણેશ જાડેજાએ જેલમાંથી ફોર્મ સબમિટ કર્યું બેંકના ડિરેક્ટરની પોલીસ વડા સમક્ષ રજૂઆત અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા...
nagrik bank elections   વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો
  • ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનો મામલો
  • વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગરમાયો
  • રાજકીય ધુરંધરોએ નોંધાવી છે ઉમેદવારી
  • 11 ડિરેક્ટરોની બેઠક માટે 38 ઉમેદવારી ફોર્મ ભરાયા
  • ગણેશ જાડેજાએ જેલમાંથી ફોર્મ સબમિટ કર્યું
  • બેંકના ડિરેક્ટરની પોલીસ વડા સમક્ષ રજૂઆત
  • અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા રોકવા માગ
  • 15 સપ્ટેમ્બરે નાગરિક બેંકની યોજાશે ચૂંટણી
  • જો કે સ્કૃટિની થઇ ગઇ, પિતા-પુત્રના ફોર્મ માન્ય 

Nagrik Bank Elections : ગોંડલ નાગરિક બેંક (Nagrik Bank Elections)ની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુંરધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઇ ગ.યો છે. હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ મામલે બેંકના ડિરેક્ટરે પોલીસવડા સમક્ષ રજૂઆત કરી અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા રોકવાની માગ કરી છે. જો કે સ્કૃટિની થઇ ગઇ છે અને  પિતા-પુત્રના ફોર્મ માન્ય રખાયા છે.

Advertisement

રાજકીય ધુરંઘરોએ ચૂંટણીમાં ઝંપલાવતાં આ ચૂંટણીએ શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો

ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે રાજકીય ધુરંધરોએ ચૂંટણીમાં ઝંપલાવતા વિધાનસભા ચૂંટણી જેવો માહોલ ઉભો થયો છે. આમ તો સહકારી બેંકની ચૂંટણી પર ખાસ કોઇનું ધ્યાન હોતું નથી પણ રાજકીય ધુરંઘરોએ ચૂંટણીમાં ઝંપલાવતાં આ ચૂંટણીએ શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે. ગોંડલ નાગરિક બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી 15 સપ્ટેમ્બરે યોજાશે.

આ પણ વાંચો---Bhuj: કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફિસ અને કારની તોડફોડ...

Advertisement

11 ડિરેક્ટરોની ચૂંટણી 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Advertisement

બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં જૂનાગઢ જેલમાં રહેલા ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા , પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલના પત્ની શારદાબેન અને વર્તમાન ચેરમેન અશોકભાઇ પીપળીયા , પ્રફુલભાઇ ટોળીયા, પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ અને જગદીશભાઇ સાટોડીયાએ ઉમેદવારી નોંધાવી છે.

બેંકના ડિરેક્ટરની ડીજીપી સમક્ષ રજૂઆત

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ પછી જ ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર જોવા મળશે પણ બેંકની ચૂંટણીએ લોકોમાં ઉત્તેજના ઉભી કરી છે. બેંકની ચૂંટણી લડવા માટે ગણેશ ગોંડલે જેલમાં જેલર રુબરુ ફોર્મ સબમીટ કર્યું છે જેથી બેંકના ડિરેક્ટર યતીશભાઇ દેસાઇએ અપરાધીઓને નાગરિક બેંકની ચૂંટણી લડતા રોકવાની માગ ડીજીપી સમક્ષ કરી છે.

આ પણ વાંચો---Gondal: અનિડા ગ્રામજનોએ વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ, લગાવ્યા ‘PGVCL હાય હાય’ના નારા

અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

Tags :
Advertisement

.