Surat : ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ કરાતા ઉત્તેજના
સુરત પાસેના માંડવીના સથવાવ ગામે પાસે શુક્રવારે બપોરે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિગ કરાતા સ્થાનિક લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. હેલિકોપ્ટરના કૃ ની મદદ માટે આર્મીનું અન્ય હેલિકોપ્ટર પણ સ્થળ પર પહોંચ્યું છે.
આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ
ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું છે. શુક્રવારે બપોરે સુરત જિલ્લાના માંડવીના સથવાવ ખાતે ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું છે. સઠવાવ ગ્રાઉન્ડ ખાતે ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું છે.
સ્થાનિક લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ
જો કે ક્યા કારણોસર ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિગ કરવું પડ્યું તેની ચોક્કસ માહિતી મળી શકી નથી પણ હેલિકોપ્ટરે લેન્ડિગ કરતા સ્થાનિક લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી અને લોકોના ટોળેટોળાં સથવાવ મેદાન ખાતે ઉમટી પડ્યા હતા.
આર્મી હેલિકોપ્ટરના કૃ ની મદદ માટે આર્મીનું અન્ય હેલિકોપ્ટર પણ સ્થળ પર પહોંચ્યું છે.
આ પણ વાંચો----CM VISITS SINGAPORE: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલીગેશન સાથે સિંગાપોર પહોંચ્યા