Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : સીલવાઇ ગામના મંદિરમાં આ દ્રષ્ય જોઇ.....

Anand : આણંદ (Anand ) જિલ્લાના પેટલાદ નજીક આવેલા સીલવાઇ ગામના મંદિરમાં ચોંકાવનારું દ્રષ્ય જોવા મળતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મંદિરની અંદર ઠેર ઠેર લોહીના છાંટા જોવા...
anand   સીલવાઇ ગામના મંદિરમાં આ દ્રષ્ય જોઇ

Anand : આણંદ (Anand ) જિલ્લાના પેટલાદ નજીક આવેલા સીલવાઇ ગામના મંદિરમાં ચોંકાવનારું દ્રષ્ય જોવા મળતાં ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ મામલે તત્કાળ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મંદિરની અંદર ઠેર ઠેર લોહીના છાંટા જોવા મળ્યા હતા જેથી પોલીસ પણ એક તબક્કે ચોંકી ગઇ હતી. મંદિરમાં કોઇ અજૂગતી ઘટના બની છે કે કેમ તે ચકાસવા માટે પોલીસે એફએસએલને બોલાવી હતી.

Advertisement

સોમેશ્વર મહાદેવના મંદિરમાં ઠેર ઠેર લોહીના છાંટા જોવા મળતાં ગ્રામજનો ચોંકી ઉઠ્યા

પેટલાદના સીલવાઈ ગામે સોમેશ્વર મહાદેવના મંદિરમાં ઠેર ઠેર લોહીના છાંટા જોવા મળતાં ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. મંદિરમાં લોહી જાણે કે રેડાયું હોય તેવું જોવા મળ્યું હતું. કોઇના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હોય અને તેણે મંદિરમાં આશરો લીધો હોય તેવું પ્રાથમિક અુમાન ગ્રામજનોમાં વ્યક્ત કરાયું હતું. કોણ હશે એ શખ્સ જે લોહીલુહાણ હાલતમાં મંદિરમાં ધસી આવ્યો હતો અને તેનીપર હુમલો કોણે કર્યો હતો તે સહિતના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા. મંદિરની બહાર પણ લોહી જોવા મળ્યું હતું જેથી લોહીલુહાણ હાલતમાં આ શખ્સ કઇ તરફ જતો રહ્યો હશે તેની પણ ઠેર ઠેર ચર્ચા થઇ રહી હતી.

Advertisement

પોલીસે આ માટે ફોરેન્સીક ટીમને સ્થળ પર બોલાવી

આખરે ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી. પોલીસ પણ મંદિરમાં લોહી જોઇને ચોંકી ઉઠી હતી અને કંઇક અજૂગતુ બન્યું છે કે કેમ તેની તપાસ શરુ કરી હતી. પોલીસે આ માટે ફોરેન્સીક ટીમને સ્થળ પર બોલાવી હતી. ફોરેન્સીક ટીમે સ્થળ પર આવી સ્થળ પરથી લોહી સહિતના જરુરી લાગે તેવા પુરાવા એકત્ર કર્યા હતા અને તપાસ શરુ કરી હતી.

Advertisement

FSL દ્વારા તપાસ કરતા આ લોહી કોઈ પશુનું હોવાનો ઘટસ્ફોટ

જો કે સમગ્ર મામલે FSL દ્વારા તપાસ કરતા આ લોહી કોઈ પશુનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મંદિરમાં જોવા મળેલું લોહી કોઈ વ્યક્તિનું ન હોવાની હકીકત બહાર આવતાં પોલીસ સહિત ગ્રામજનોને હાશકારો થયો હતો. મંદિરમાં લોહી દેખાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે કહ્યું કે મંદિરમાં રહેલું લોહી માનવ લોહી નથી.

કોઇ ઘાયલ પશુ દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ્યું હોવાનું અનુમાન

હાલના તબક્કે કોઇ ઘાયલ પશુ દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ્યું હોવાનું અનુમાન થઇ રહ્યું છે. જો કે મંદિરમાં મળેલા લોહીથી લોકોના જીવ અદ્ધર થઇ ગયા હતા. એફએસએલનો રિપોર્ટ આવતાં સહુને રાહત થઇ હતી.

આ  પણ વાંચો----- DRUGS BUST : ગીર સોમનાથ દરિયાકાંઠેથી 72,70,000 ની કિંમતનો ગેરકાયદેસર ચરસનો જથ્થો ઝડપાયો

Tags :
Advertisement

.