Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

થોડીવાર માટે તો ધોનીએ પણ જીતની આશા છોડી દીધી હતી, જુઓ Video

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે IPLમાં પાંચમી વખત ટાઇટલ જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગુજરાત ટાઇટન્સ (GT)નું સપનું તોડી નાખ્યું છે. જોકે, IPL ના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ તે કરી શકી નથી કે તે પ્રથમ વખત IPL...
થોડીવાર માટે તો ધોનીએ પણ જીતની આશા છોડી દીધી હતી  જુઓ video

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે IPLમાં પાંચમી વખત ટાઇટલ જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગુજરાત ટાઇટન્સ (GT)નું સપનું તોડી નાખ્યું છે. જોકે, IPL ના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ તે કરી શકી નથી કે તે પ્રથમ વખત IPL જીતે અને તે પછી પણ ચેમ્પિયન બને. જોકે, ચેન્નઈની આ જીત એટલી પણ આશા નહોતી. એક સમય માટે તો ધોનીએ પણ જીતની આશા છોડી દીધી હતી.

Advertisement

ધોનીની આંખઓ છલકાઈ

Advertisement

IPL 2023 ધોની માટે ઘણી રીતે યાદગાર રહ્યું છે. IPLની ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવનાર કેપ્ટન ધોની (Dhoni) સામાન્ય રીતે પોતાની લાગણીઓ વ્યક્ત ન કરવા માટે જાણીતો છે, પરંતુ આ સફળતા બાદ ધોનીની આંખો પણ છલકાઈ ગઇ હતી. IPL ફાઈનલ 2023માં, રવિન્દ્ર જાડેજાએ ફાઈન લેગમાં ચોક્કો ફટકારીને ચેન્નઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. આ સાથે માહીના નેતૃત્વમાં CSKના ખેલાડીઓ ઉજવણીમાં ડૂબતા જોવા મળ્યા હતા. ધોની પણ જીતની ઉજવણી કરવા મેદાનમાં આવ્યો હતો અને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. માહી કેટલો ખુશ હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માહીએ જાડેજાને ખભા અને ખોળામાં ઉઠાવીને આ જીતની ઉજવણી કરી હતી. કેપ્ટન કૂલ, માહી, થાલા, એમએસડી જેવા હુલામણા નામોથી જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. CSK અને ક્રિકેટ ચાહકો માહીની ટીમની જીતની ઉજવણી કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ વર્ષે માહીના ચાહકોએ તેના પર જુદા જુદા શહેરોમાં ઘણો પ્રેમ વરસાવ્યો હતો. સ્ટેડિયમમાં માહીનો ઉલ્લેખ થતાં જ ક્રિકેટ ચાહકો ક્રેઝી થઈ જતા હતા. 41 વર્ષીય ધોનીની વિદાયની આશા વચ્ચે ચાહકો અને માહી પોતે દરેક ક્ષણનો આનંદ માણી રહ્યા છે.

Advertisement

વરસાદથી પ્રભાવિત મેચમાં ધોનીની ટીમે કર્યું શાનદાર પ્રદર્શન

જ્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ 29મી મેની રાત્રે નિરાશ થઈ હતી, ત્યારે વરસાદ પણ ચેન્નઈ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીને રોકી શક્યો ન હતો. CSK ટીમે રેકોર્ડ પાંચમી વખત IPLનું આ ટાઈટલ કબજે કર્યું છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરી હતી કારણ કે ધોનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમે વરસાદથી પ્રભાવિત મેચમાં 15 ઓવરની મેચ રમી અને 15 ઓવરમાં ટાર્ગેટ પૂરો કર્યો. જે ખેલાડીઓ તેમની છેલ્લી સીઝન રમી રહ્યા છે તેમના માટે IPL ફાઈનલ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે અને ધોની વિશે આ પ્રકારની વાતો છેલ્લા 1-2 સીઝનથી સતત થઈ રહી છે. ગઈકાલે ધોનીની આંખોમાં આંસુ હતા. પરંતુ તેઓ જીતી ગયા છે અને કદાચ તેઓ ચાહકોને ભેટ આપવા માટે આગામી સીઝનમાં ફરી પાછા આવવા માંગશે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ ધોની પર ખુશી વ્યક્ત કરી છે. હાર્દિક નિરાશ સુકાની છે પરંતુ કહે છે કે તે ખૂબ જ દિલથી રમ્યો છે અને તેને તેની ટીમ પર ખૂબ ગર્વ છે.

આ પણ વાંચો - ધોનીની સેના ફરી એક વાર ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે આપી હાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.