Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC અને સાણંદ પાલિકાના પાપે 12 કલાક પછી પણ અમદાવાદ હજું પણ પાણીમાં...!

ઇનપુટ--પ્રદીપ કચીયા, અમદાવાદ અમદાવાદમાં શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જો કે ત્યારબાદ ભારે વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં હજું 12 કલાક વીત્યા પછી પણ મોટાભાગના વિસ્તારો હજું પણ પાણીમાં જ છે. અનેક...
amc અને સાણંદ પાલિકાના પાપે 12 કલાક પછી પણ અમદાવાદ હજું પણ પાણીમાં
ઇનપુટ--પ્રદીપ કચીયા, અમદાવાદ
અમદાવાદમાં શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જો કે ત્યારબાદ ભારે વરસાદ બંધ થઇ ગયો હોવા છતાં હજું 12 કલાક વીત્યા પછી પણ મોટાભાગના વિસ્તારો હજું પણ પાણીમાં જ છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. વરસાદી પાણીનો સમયસર નિકાલ ના થતાં નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આજે સવારે કામ ધંધે નિકળતાં જ રસ્તામાં પાણી ભરાયેલા હોવાથી અટવાઇ ગયા હતા.
અમદાવાદમાં ભારે વરસાદથી સ્થિતિ કફોડી
અમદાવાદ શહેરમાં શુક્રવારે 2થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના પગલે રસ્તાઓ જળબંબાકાર થઇ ગયા હતા. ભારે વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી હતી. ઠેર ઠેર પાણી ભરાતા સાંજે નોકરી ધંધેથી ઘેર જઇ રહેલા લોકો રસ્તામાં જ અટવાઇ ગયા હતા અને ઠેર ઠેર રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે વરસાદી પાણી ના ઓસરતાં મોટાભાગના વિસ્તારોમાં હજું પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.
12 કલાક પછી પણ સ્થિતિ યથાવત
વરસાદ બંધ થયાના બાર કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત છે.  શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. શેલાના સમત્વ બંગલોઝમાં હાલ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેના પગલે 300થી વધુ પરિવારોની હાલત કફોડી બની છે. સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વારમાં જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.

Advertisement

ઠેર ઠેર પાણી ભરાયેલા છે
ઉપરાંત સાણંદ પંથકમાં પણ પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. આ વિસ્તારમાં પણ 12 કલાક પછી સ્થિતિમાં કોઇ જ સુધારો નથી જેથી લોકો પોતાના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. કોલટથી સાણંદ રોડ પર હજું પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાણંદ નગરપાલિકાના પાપે લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે
રસ્તા પર ભુવા પડવાની સમસ્યા
ભારે વરસાદના કારણે અમદાવાદના રસ્તાઓ પર ભુવા પણ પડી રહ્યા છે. ગઇ કાલે સાંજે પડેલા ભારે વરસાદના કારણે વાળીનાથ ચોક પાસે પડેલો ભુવો મોટો થઇ જતાં આખો રસ્તો જ તૂટી ગયો છે. જેથી કોઇ અકસ્માત ના સર્જાય તે માટે બેરીકેડ લગાવી દેવાયા છે.

Advertisement
Tags :
Advertisement

.