Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનમાં CM પર સસ્પેન્સ વચ્ચે 'રિસોર્ટ પોલિટિક્સ'ની એન્ટ્રી! વસુંધરા રાજેના પુત્ર પર ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો આરોપ

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને હાલ પણ સસ્પેન્સ યથાવત છે. જ્યારે આ વચ્ચે રાજ્યમાં 'રિસોર્ટ પોલિટિક્સ'ની એન્ટ્રી થઈ છે. બીજેપી ધારાસભ્ય લલિત મીણાના પિતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કિશનગંજના નવા ચૂંટાયેલા...
રાજસ્થાનમાં cm પર સસ્પેન્સ વચ્ચે  રિસોર્ટ પોલિટિક્સ ની એન્ટ્રી  વસુંધરા રાજેના પુત્ર પર ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવાનો આરોપ

રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને હાલ પણ સસ્પેન્સ યથાવત છે. જ્યારે આ વચ્ચે રાજ્યમાં 'રિસોર્ટ પોલિટિક્સ'ની એન્ટ્રી થઈ છે. બીજેપી ધારાસભ્ય લલિત મીણાના પિતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે કિશનગંજના નવા ચૂંટાયેલા ધારાસભ્યને અન્ય ચાર લોકોએ બંધક બનાવી રાખ્યા હતા.

Advertisement

કહેવામાં આવી રહ્યું છે કે ભાજપના 5-6 ધારાસભ્યો સીકર રોડ પર એક રિસોર્ટમાં રોકાયા હતા. આ ધારાસભ્યોએ રાત્રે જ બહેરોડ જવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, બાદમાં વાતચીત દ્વારા મામલો ઉકેલાયો હતો અને ત્યારબાદ સવારે 4 વાગ્યે તે ધારાસભ્યોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું રાજ્યના કોઈ મોટા નેતાના ઈશારે થયું છે.

Advertisement

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ચાર ધારાસભ્યો સીકર રોડ પરના રિસોર્ટમાં કેમ રોકાયા હતા. જ્યારે ધારાસભ્ય મીણાએ આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. કિશનગંજના ધારાસભ્યના પિતા હેમરાજ મીણાએ દાવો કર્યો હતો કે, તેમના પુત્રને અન્ય ધારાસભ્ય કંવરલાલ મીણાએ બેઠક માટે રિસોર્ટમાં બોલાવ્યા હતા અને તેમને બહાર જવા દેવામાં આવ્યા ન હતા. આ પછી લલિત મીણાએ તેના પિતાને પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. જ્યારે મીડિયા દ્વારા હેમરાજ મીણાને પૂછવામાં આવ્યું કે, ધારાસભ્યો કોની સૂચના પર રિસોર્ટમાં રોકાયા હતા, તો તેમણે કહ્યું કે, તેમને આ વિશે કોઈ માહિતી નથી અને ફક્ત કંવરલાલ મીણા જ આ વિશે કહી શકે છે. જો કે, કંવરલાલ મીણાનો સ્પષ્ટતા માટે સંપર્ક થઈ શક્યો ન હતો. મીડિયા સાથે વાત કરતા હેમરાજ મીણાએ મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, પૂર્વ સીએમ વસુંધરા રાજેના પુત્ર અને સાંસદ દુષ્યંત સિંહે પાંચ ધારાસભ્યોને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખ્યા હતા. જો કે, વસુંધરા રાજે હાલ દિલ્હી ખાતે છે અને ત્યાં તેઓ જેપી નડ્ડા અને પીએમ મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો- TELANGANA OATH CEREMONY: વિશાળ જનમેદનીની હાજરીમાં રેવંત રેડ્ડીએ લીધા CM પદના શપથ, સોનિયા-રાહુલ ગાંધી રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.