Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રથયાત્રા 2023:  જય જગન્નાથ..ના નાદથી આગળ ધપી રહી છે રથયાત્રા 

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા. ભક્તોની ભારે ભીડ અત્યારે રથયાત્રા ખાડીયા...
રથયાત્રા 2023   જય જગન્નાથ  ના નાદથી આગળ ધપી રહી છે રથયાત્રા 
અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ મંદિરે ઉમટ્યા હતા.
ભક્તોની ભારે ભીડ
અત્યારે રથયાત્રા ખાડીયા તરફ આગળ વધી રહી છે. રથયાત્રા જેમ જેમ આગળ ધપી રહી છે તેમ તેમ ભક્તો ભગવાનના દર્શ માટે ભારે આતુર જોવા મળી રહ્યા છે. ગજરાજની સવારીએ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. ભગવાનના દર્શન માટે ભક્તો પોતાના ઘરની બહાર રસ્તા પર તથા કોમ્પલેક્ષની અગાસી પર ઉભેલા જોવા મળી રહી છે. ટ્રકો પણ ધીમે ધીમે આગળ ધપી રહી છે અને ટ્રકમાં બેઠેલા ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

હૈયે હૈયુ દળાય તેવી ભક્તોની ભીડ
રથયાત્રાના રુટ પર હૈયે હૈયુ દળાય તેવી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભાવિકો પર ચોકલેટનો વરસાદ કરાઇ રહ્યો છે. રથયાત્રામાં અખાડામાં કસરતબાજો પોતાનું કૌવત બતાવી રહ્યા છે. ભક્તોને જાંબુ અને મગની પ્રસાદીનું પણ વિતરણ થઇ રહ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા હાલ ખાડીયા તરફ આગળ ધપી રહી છે. લોકોને અલગ અલગ પ્રકારના સંદેશા પણ રથયાત્રા દ્વારા અપાઇ રહ્યા છે. ભજન મંડળીઓ પણ ભજનો ગાતા ગાતા યાત્રામાં આગળ ધપી રહી છે.
ભક્તો ભગવાનના રથને ખેંચીને ધન્યતા અનુભવી રહ્યા છે
ભક્તો ભગવાનના રથને ખેંચીને ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાનના રથને ખેંચવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.એક ભક્ત તો બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું ટેટુ બનાવી કેપ પહેરેલો જોવા મળ્યો હતો.
Tags :
Advertisement

.