ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

દસકા બાદ ED જાગી, શેરબજારના ખેલાડી મહેન્દ્ર શાહ, રાજેશ ઝવેરી અને સેજલ શાહના ઘરે સર્ચ કર્યું

Enforcement Ddirectorate ની જુદીજુદી ટીમે શુક્રવારે અમદાવાદમાં ક્યાં ધામા નાંખ્યા અને ક્યાં-ક્યાં સર્ચ કર્યું ?
07:50 PM Apr 26, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage

107 કિલો ગોલ્ડ કેસમાં ફરાર થઈ ગયેલા મહેન્દ્ર શાહ સામે કાર્યવાહી માટે સેન્ટ્રલ એજન્સી વર્ષો બાદ જાગી છે. શેરબજારમાં રૂપિયાના શેરમાં કૃત્રિમ તેજી લાવીને અનેકો ગણો વધારી દઈને કરોડો રૂપિયા ઘર ભેગા કરી દેનારા મહેન્દ્ર શાહ એક પછી એક મામલામાં ફસાતા જાય છે. વીસેક વર્ષ પહેલાં મહેન્દ્ર શાહ સાથે એક મહિલા સેજલ ગોપાલભાઈ શાહ પણ સામેલ હતી. કેશુભાઈ સરકાર અને ત્યાર પછીની સરકારમાં રહેલા એક શક્તિશાળી મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સેજલ શાહના સંબંધો ભૂતકાળમાં અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યાં છે. વર્ષ 2007માં 14.53 કરોડની ઉચાપત કરવાના એક કેસમાં વર્ષો બાદ અચાનક જ કેન્દ્રીય એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) સક્રિય થતા આરોપીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. Enforcement Ddirectorate ની જુદીજુદી ટીમે શુક્રવારે અમદાવાદમાં ક્યાં ધામા નાંખ્યા અને ક્યાં-ક્યાં સર્ચ કર્યું ? વાંચો આ અહેવાલમાં...

 

ATS-DRI Raid બાદ ED હરકતમાં આવી

તારીખ 17 માર્ચના રોજ  અમદાવાદના પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા એક ફલેટમાં ATS-DRI Raid ની રેડ પડી હતી. કલાકો સુધી ચાલેલા સંયુક્ત દરોડામાં 107.58 કિલો Gold, 1.37 કરોડ રોકડા અને 11 લકઝુરિયસ વૉચ બિનવારસી હાલતમાં મળી હતી. કરોડો રૂપિયાનો મુદ્દામાલ શેર ઑપરેટર મહેન્દ્ર શાહ (Mahendra Shah) અને તેના પુત્ર મેઘનો હોવાનું સામે આવ્યું હતું. આ જ એપાર્ટમેન્ટના પેન્ટ હાઉસમાં રહેતી મહેન્દ્ર શાહની પુત્રી નીલીએ અધિકારીઓને વકીલ થકી બંધ ફલેટની ચાલી મોકલી આપી હતી. સ્ટેટ અને સેન્ટ્રલ એજન્સીના સંયુક્ત દરોડામાં કરોડોનો દલ્લો મળી આવતા  ED એ વર્ષો જુનો કેસ હાથ પર લીધો છે.

14.53 કરોડની ઉચાપત કોણે-કોણે કરી ?

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન (Satellite Police Station) ખાતે દિપક ત્રિવેદીએ કરોડોની ઉચાપતની ફરિયાદ 18 વર્ષ અગાઉ નોંધાવી હતી. કર્ણાવતી ડાયકેમ પ્રા. લી.ના બેંક એકાઉન્ટમાંથી ખોટી સહીઓ કરી 14.53 કરોડની ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં સેજલ ગોપાલભાઈ શાહ, સેજલનો ભાઈ મીત અને મહેન્દ્ર અમરતલાલ શાહને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. ઉચાપતના નાણા આ ત્રણેય શખ્સોએ ભેગા મળીને સગેવગે કરી દીધા હોવાનો આરોપ ફરિયાદીએ લગાવ્યો છે.

 

પોલીસ અને ED ની મંથરગતિએ કાર્યવાહી

સેજલ શાહ (Sejal Shah) ના રાજકીય તેમજ અધિકારીઓ સાથેના સંપર્કોના કારણે સમગ્ર મામલાની તપાસમાં સેટેલાઈટ પોલીસે મંથરગતિએ તપાસ કરી હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના તત્કાલિન પોલીસ અધિકારીઓએ આરોપીઓને બચવા માટે બચાવવા માટે પણ અનેક પ્રયાસ કર્યા હતા. રૂપિયાનું જોર ધરાવતા આરોપી મહેન્દ્ર શાહ, સેજલ શાહ સહિતના ત્રણેય આરોપીઓ સામે પોલીસે સાત વર્ષ બાદ વર્ષ 2014માં ચાર્જશીટ કરી હતી. સેજલ શાહ સામે થયેલી છેતરપિંડી/ઉચાપતની ફરિયાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વર્ષ 2014માં કાર્યવાહી આરંભી અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે, આ કેસના આરોપીઓ વર્ષો સુધી અદાલત સમક્ષ નિયમિત રજૂ થતાં ન હતા. અત્રે નોંધનીય છે કે, ED એ પણ પોલીસની જેમ કાર્યવાહી માટે એક દસકાનો સમય લીધો છે.

સેજલ, મહેન્દ્ર અને રાજેશ ઝવેરીના ઠેકાણાઓ પર સર્ચ

કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે શુક્રવારે અમદાવાદમાં ધામા નાંખ્યા હતાં. ઉચાપત કેસની તપાસમાં મહેન્દ્ર શાહ અને સેજલ શાહની સીધી સંડોવણી અને રાજેશ ઝવેરી સાથે કરોડોના નાણાકીય વ્યવહારોને લઈને ઈડીએ સર્ચ ઑપરેશન (ED Serch Operation) હાથ ધર્યું હતું. એક ટીમ સેટેલાઈટ શીવરંજની ચાર રસ્તા નજીક આવેલી ચરણકૃપા સોસાયટી ખાતે રહેતા Sejal Gopalbhai Shah ના બંગલે પહોંચી ગઈ હતી. અન્ય બે ટીમ Scamster Mahendra Shah ના અમદાવાદ મીઠાખળી ખાતે આવેલા ફલેટ અને મહેમદાવાદ રોડ પરના ફાર્મ હાઉસ ખાતે સવારથી જ ધામા નાંખ્યા હતાં. જ્યારે અમદાવાદના મોટા ગજાના સ્ટૉક બ્રૉકર રાજેશ ઝવેરી (Stock Broker Rajesh N Jhaveri) ની ઑફિસ ખાતે ઈડીની ટીમ પહોંચી હતી.

આ પણ  વાંચો -Jitu Tharad : પાલડી ગૉલ્ડ કેસમાં બુકી જીતુ થરાદની ઑફિસમાં DRI એ કેમ સર્ચ કર્યું ?

Rajesh Jhaveri ની જુની ઑફિસે ટીમ પહોંચી

મહેન્દ્ર શાહ, સેજલ શાહ અને રાજેશ ઝવેરીએ શેરબજારમાં અનેક ખેલ પાડ્યા છે. ખોખા કંપનીઓના શેરના ભાવ રોકેટ ગતિએ વધારી લાખો રોકાણકારોને મહેન્દ્ર શાહે રોવડાવ્યા છે. મહેન્દ્ર શાહ અને સેજલ શાહના કરોડો રૂપિયાની ઉચાપતના કેસમાં ઈડીને Stock Broker Rajesh Jhaveri સાથેના લાખો રૂપિયાના વ્યવહારનો છેડો હાથ લાગતા તે પણ લપેટામાં આવી ગયા છે. Team ED ગઈકાલે રાજેશ ઝવેરીની ગુજરાત કોલેજ પાસે આવેલા વૉલ સ્ટ્રીટ બિલ્ડીંગમાં પહોંચી ગઈ હતી. ઘણાં સમય અગાઉ રાજેશ ઝવેરીએ પોતાની ઑફિસ આંબાવાડી-નહેરૂનગર રોડ પર ખસેડી દીધી છે. આથી ઈડીની ટીમ Rajesh Jhaveri ના ત્યાં આવી રહી હોવાની માહિતી બજારમાં તુરંત ફેલાઈ ગઈ હતી. જો કે, થોડીક જ મિનિટોમાં ટીમ ઈડી રાજેશ ઝવેરીની આંબાવાડી સ્થિત ઑફિસમાં પહોંચી હતી.

આ પણ  વાંચો - 5 વર્ષે બાદ ફરી શરૂ થશે Kailash Mansarovar Yatra, આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

વિસ્મય શાહ કેસમાં પણ સેજલ શાહનું નામ ઉછળ્યું હતું

કેશુભાઈ પટેલની સરકાર (Keshubhai Patel Government) ટાણે સેજલ શાહનો કંઈક અલગ જ દબદબો હતો. શક્તિશાળી નેતા અને અધિકારીઓ સાથેના સંપર્કોના કારણે સેજલ શાહ લાખોમાંથી કરોડોમાં રમવા લાગ્યા હતા. અમદાવાદના ચર્ચાસ્પદ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ (Vismay Shah Accident Case) માં પણ સેજલ શાહનું નામ ચર્ચામાં આવ્યું હતું. ભૂતકાળમાં સેજલ શાહે વિસ્મય શાહ સહિતના લોકો સાથે એક કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. કોઈ કારણોસર ફલેટ બુકિંગના કરોડો રૂપિયા મેળવી લીધા બાદ રોકાણકારોને પઝેશન નહીં મળતા મામલો સેટેલાઈટ પોલીસ પાસે આવ્યો હતો. આ મામલામાં સંકળાયેલી કંપનીઓ સેજલ શાહ, સેજલના ભાઈ મીત, વિસ્મય અમિત શાહ, વરૂણ પટેલ અને સન્ની પટેલના નામ તપાસમાં સામે આવ્યા હતા. જો કે, આ કેસમાં ફલેટ બુકીંગ કરાવનારા લોકોને 7 કરોડથી વધુની રકમ ચૂકવીને પોલીસ કેસ થાળે પાડવામાં આવ્યો હતો. જે-તે સમયે છેતરપિંડીની ફરિયાદમાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ખેલ રચ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

Tags :
ATS-DRI RaidBankim PatelED Serch OperationEnforcement DdirectorateGujarat FirstKeshubhai Patel GovernmentSatellite Police StationSejal Gopalbhai ShahStock Broker Rajesh N JhaveriTeam EDVismay Shah Accident Case