Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત નહીં આવે Elon Musk, જાણો શું છે કારણ

ટેસ્લા (Tesla) ના CEO એલોન મસ્ક (Elon Musk) ની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. તેઓ 21-22 એપ્રિલે બે દિવસ માટે ભારતની મુલાકાતે (Visit India) આવવાના હતા. આ દરમિયાન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પણ મળવાના હતા....
ભારત નહીં આવે elon musk  જાણો શું છે કારણ

ટેસ્લા (Tesla) ના CEO એલોન મસ્ક (Elon Musk) ની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. તેઓ 21-22 એપ્રિલે બે દિવસ માટે ભારતની મુલાકાતે (Visit India) આવવાના હતા. આ દરમિયાન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પણ મળવાના હતા. આ સમય દરમિયાન તેઓ ભારતીય બજાર (Indian Market) માં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતા.

Advertisement

એલોન મસ્ક નહીં આવે ભારત

એલોન મસ્કે પોતાની ભારત યાત્રાને સ્થગિત કરી દીધી છે. 10 એપ્રિલના રોજ, એલોન મસ્કે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને મળવા માટે ઉત્સુક છે. વધુમાં, તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. CNBC-TV18 એ આજે ​​(20 એપ્રિલ) પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ટેસ્લાના માલિક એલોન મસ્ક ભારત આવી રહ્યા નથી. તેઓ ટેસ્લાની કામગીરી અંગે 23 એપ્રિલે અમેરિકામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. કહેવાય છે કે આ એક કારણ હોઇ શકે છે કે મસ્કે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કર્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે એલોન મસ્ક ભારતમાં ફેક્ટરી બનાવવા માટે 2-3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરશે. આ અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે, એલોન મસ્ક ભારતમાં આશરે $20-30 બિલિયનના કુલ રોકાણની જાહેરાત કરી શકે છે. જણાવી દઇએ કે, એલોન મસ્ક ગયા વર્ષે જૂનમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન PM મોદીને મળ્યા હતા.

  • એલન મસ્કનો ભારત પ્રવાસ હાલ પૂરતો ટળ્યો
  • 21 અને 22 એપ્રિલના રોજ આવવાના હતા ભારત
  • અમેરિકામાં કોન્ફરન્સના કારણે પ્રવાસ સ્થગિત
  • ટેસ્લાના ત્રિમાસિક પરિણામ 23 એપ્રિલે થશે જાહેર
  • 10 એપ્રિલે મસ્કે ભારત પ્રવાસની કરી હતી જાહેરાત
  • ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગે થવાની હતી ચર્ચા
  • PM મોદી સાથે મુલાકાત માટે આતુર હતા મસ્ક

એલોન મસ્ક ભારતના સમર્થક છે : PM મોદી

બીજી તરફ સમાચાર એજન્સી ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં PM મોદીએ એલોન મસ્ક વિશે વાત કરી હતી. PM એ કહ્યું હતું કે, “એલોન મસ્ક મોદીના સમર્થક છે તે કહેવું એક વાત છે. મૂળભૂત રીતે તેઓ ભારતના સમર્થક છે. PM મોદીએ કહ્યું કે, તેઓ આ પહેલા પણ બે વાર એલોન મસ્કને મળ્યા હતા. એકવાર 2015 માં ફેક્ટરીની મુલાકાત દરમિયાન અને બીજી વખત ગયા વર્ષે યુએસની મુલાકાત દરમિયાન. 2015 માં ફેક્ટરીની મુલાકાતને યાદ કરતાં, તેમણે કહ્યું કે, ટેસ્લાના CEOએ તેમને મળવા માટે તેમની પૂર્વ નિર્ધારિત મીટિંગ રદ કરી હતી. PM એ કહ્યું, “તેમણે મને તેમની કંપનીમાં બધું બતાવ્યું. હું તેમની પાસેથી તેમની દ્રષ્ટિ સમજી ગયો. હું હમણાં જ 2023 માં અમેરિકા ગયો હતો અને તેમને ફરીથી મળ્યો હતો. હવે તે ભારત આવવાના છે. ગયા વર્ષે જૂનમાં વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન મસ્ક મોદીને મળ્યા હતા. ત્યારે ટેસ્લાના CEO એ કહ્યું હતું કે, તેઓ 2024માં ભારત આવવાની યોજના ધરાવે છે, અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે.

Advertisement

આ પણ વાંચો - એલોન મસ્કની કંપની Tesla ના શેર ગગડ્યા, જાણો શું છે કારણ

આ પણ વાંચો - Elon Musk in India : PM મોદીને મળવા એલન મસ્ક આતુર! પોસ્ટ કરીને મસ્કે કહી આ વાત

Advertisement

Tags :
Advertisement

.