Elon Musk કરવા જઇ રહ્યા છે X માં ફેરફાર, Users ને મળશે આ ખાસ સુવિધા
Elon Musk એ X (અગાઉનું ટ્વિટર) ખરીદ્યું ત્યારથી તેમા ઘણા ફેરફરો કર્યા છે. આજે પણ મસ્ક તેમા ફેરફાર કરવાનું ચાલું રાખ્યું છે. એલોન મસ્કે પહેલા ટ્વિટરનું નામ બદલીને X કર્યું અને હવે તે સતત તેના ફીચર્સ બદલી રહ્યા છે. એલોન મસ્કે જાહેરાત કરી છે કે હવે લોકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓડિયો અને વીડિયો કૉલ્સની સુવિધા મળવા જઈ રહી છે.
એલોન મસ્કે એકવાર ફરી X માં કર્યો ફેરફાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટૂંક સમયમાં યુઝર્સને કોલ ફીચર આપવા જઇ રહ્યું છે. કંપનીએ કહ્યું કે X પર વીડિયો અને ઓડિયો કોલ ફીચર એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ સહિત તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. મસ્કે X પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે Xના કૉલિંગ ફિચરમાં ફોન નંબરની જરૂર નહીં પડે. રિપોર્ટ અનુસાર, નવું કોલિંગ ફીચર ડાયરેક્ટ મેસેજ (DM) મેનૂની અંદર હશે. ભારતીય સમય અનુસાર બપોરે 12:42 વાગ્યે એક ટ્વીટમાં એલોન મસ્કએ કહ્યું કે આ ફીચર iOS, Android, MacBook અને PCમાં પણ કામ કરશે. ખાસ વાત એ છે કે આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે. એલોન મસ્ક દ્વારા X ને અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક તરીકે વર્ણવવામાં આવી છે.
ઉપયોગ ક્યારે કરી શકશો?
ભલે યુઝર્સ આ શાનદાર ફીચર્સ માટે રાહ જોઈ રહ્યા હોય, પરંતુ શક્ય છે કે તમારે તેનો ઉપયોગ કરવા માટે થોડી રાહ જોવી પડી શકે. એટલે કે આ ફીચર્સ ક્યારે અને કેવી રીતે આવશે તે કહેવું મુશ્કેલ છે. જણાવી દઇએ કે, એલોન મસ્ક દ્વારા આને લગતી તાજેતરની પોસ્ટમાં પણ, સામાન્ય Users X (Twitter) પર આ સુવિધાનો ઉપયોગ ક્યારે કરી શકશે તે વિશે કોઈ માહિતી નથી. તેમણે પોતાની પોસ્ટમાં પણ આ સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. હાલમાં સામાન્ય લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
X યુઝર્સમાં ઘટાડો
એલોન મસ્ક દ્વારા ટ્વિટરનું નામ બદલીને X કર્યા પછી, તેના સાપ્તાહિક સક્રિય Users માં આગામી થોડા અઠવાડિયામાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો. એપ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના ડેટા અનુસાર, X એપ આ મહિનાની શરૂઆતમાં એકંદર કેટેગરી રેન્કિંગમાં ચાર સ્થાન નીચે 36માં ક્રમે આવી ગઈ છે. આ તેના ઇન્સ્ટોલેશનમાં આઠ ટકાના ઘટાડાને કારણે થયું છે. iOS અને Android બંનેમાં અનુક્રમે 22 ટકા અને 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. X પર વિતાવેલો સરેરાશ Users સમય અને સત્રમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો - WhatsApp માં આવ્યું આ નવું Update, શું તમે જોયું ?
આ પણ વાંચો - Google એ લોન્ચ કર્યું એક શાનદાર ફીચર્સ, હવે Gmail ની મોબાઈલ એપમાં મળશે આ ખાસ સુવિધા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.