Elon Musk રચ્યો ઈતિહાસ, નેટવર્થ 400 બિલિયન ડોલરને પાર !
- Elon Musk રચ્યો ઈતિહાસ
- નેટવર્થ 400 બિલિયન ડોલરને પાર
- વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યો
Elon Musk Net Worth: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કે વધુ એક સિદ્ધિ પોતાના (Elon Musk Net Worth)નામે કરી છે. સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ તાજેતરમાં ઈતિહાસના એવા પ્રથમ વ્યક્તિ બન્યા છે કે જે ઈન્સાઈડર શેર વેચાણની સાથે અમેરિકાની ચૂંટણીના પરિણામોને પગલે 400 અબજ ડૉલરની નેટવર્થ સુધી પહોંચી ગયા છે.
ક્યાં પહોંચી ગયો સંપત્તિનો કુલ આંકડો?
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ઈનસાઈડર શેરના વેચાણથી તેમની નેટવર્થમાં લગભગ 50 બિલિયન ડૉલરનો વધારો થયો છે. જેની મદદથી તેમની કુલ સંપત્તિ 439.2 અબજ ડૉલર થઈ ગઈ છે.
મસ્કની સંપત્તિ અચાનક વધવાનું કારણ શું?
2022ના અંતે ઈલોન મસ્કની નેટવર્થમાં 200 અબજ ડૉલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગત મહિને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારબાદથી મસ્કની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં ઈલોન મસ્કે સૌથી વધુ દાન આપ્યું હતું.
Elon Musk Wealth: ઉદ્યોગપતિ ઈલોન મસ્કે રચ્યો એક નવો ઈતિહાસ | Gujarat First#ElonMusk #Wealth #Billionaire #HistoricAchievement #SpaceX #Tesla #Gujaratfirst @elonmusk pic.twitter.com/IYVrz7zy4a
— Gujarat First (@GujaratFirst) December 12, 2024
આ શેર ખરીદ્યા બાદ સંપત્તિમાં ઉછાળો આવ્યો
એલોન મસ્કની નેટવર્થમાં આ અવિશ્વસનીય ઉછાળો તેની એરોસ્પેસ કંપની સ્પેસએક્સના શેરમાં નોંધપાત્ર અને મોટા આંતરિક વેચાણ પછી આવ્યો છે. આ શેર વેચાણને કારણે, મસ્કની નેટવર્થ લગભગ $50 બિલિયન વધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ તાજેતરના આંતરિક શેર વેચાણમાં, SpaceX એ કર્મચારીઓ અને કંપનીના લોકો પાસેથી $1.25 બિલિયન સુધીના શેર ખરીદ્યા છે. આ ટ્રાન્ઝેક્શન પછી, સ્પેસએક્સનું મૂલ્ય આશરે $350 બિલિયન વધી ગયું છે.
આ પણ વાંચો -જાણો સંજય મલ્હોત્રા કોણ છે? RBI ના ગવર્નર તરીકેનો સંભાળ્યો કાર્યભાર...
ઈલોન મસ્કને બખ્ખાં
ચૂંટણી પહેલા ટેસ્લા ઇન્કના શેરમાં લગભગ 65 ટકાનો વધારો થયો હતો. બજારો અપેક્ષા રાખે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઇવિંગ કારના રોલઆઉટને સુવ્યવસ્થિત કરશે અને ટેસ્લાના હરીફોને મદદ કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ દૂર કરશે. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પની જીત બાદ તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAIનું મૂલ્ય પણ બમણું થઈ ગયું છે. તે લગભગ 50 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.