Elon Musk એ બ્રાઝિલના મુખ્ય ન્યાયાધીશની તુલના Lord Voldemort સાથે કરી
Elon Musk એ Alexandre de Moraes ની ટીકા કરી
Elon Musk ની બ્રાઝિલ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવશે
બ્રાઝિલ નાગરિકના X પર એકાઉન્ટ બેન કરવામાં આવ્યા
Elon Musk X Viral Post: દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ પૈકી Elon Musk નું નામ મોખરે આવે છે. પરંતુ ઘનિક હોવાની સાથે Elon Musk પોતાની અનોખા વ્યક્તિત્વ માટે પણ જાણીતા છે. કારણ કે... Elon Musk અવાર-નવાર જાહેરમાં વિવાદસ્પદ નિવેદન અથવા કાર્યો કરતા હોય છે. ત્યારે ફરી એકવાર Elon Musk એ એક વિવાદસ્પદ X પોસ્ટ કરી છે. આ પોસ્ટના માધ્યમથી Elon Musk એ બ્રાઝિલના ચીફ જસ્ટિસને લઈ એક અનોખી પોસ્ટ કરી છે. જોકે Elon Musk એ આ પોસ્ટ 17 ઓગસ્ટના રોજ કરી હતી.
Elon Musk એ Alexandre de Moraes ની ટીકા કરી
Elon Musk એ X પર પોસ્ટ કરીને Brazil ના મુખ્ય ન્યાયાધીશ Alexandre de Moraes ની સરખામણી Harry Poter ના મુખ્ય કિરદાર Lord Voldemort સાથે કરી છે. જોકે આ પહેલા Elon Musk એ Brazil માં X પ્લેટફોર્મને બંધ કરવાની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત Brazil ના નિવાસીઓ X નો ઉપયોગ તો કરી શકેશે, પરંતુ બ્રાઝિલની અંદર X પ્લેટફોર્મ માટે કોઈપણ મુખ્ય મથક કે પછી કર્મચારીને નિયુક્ત કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: ધરતી પર પરત ફરવાની આશા વચ્ચે અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સની તબિયત લથડી
The resemblance is uncanny 🤣🤣
Alexandre de Voldemort pic.twitter.com/IXR569y2qT
— Elon Musk (@elonmusk) August 17, 2024
Elon Musk ની બ્રાઝિલ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવશે
Alexandre de Moraes ને કેન્દ્રમાં રાખીને અન્ય એક પોસ્ટમાં Elon Musk એ કીધુ હતું કે, Alexandre de Moraes ના સેંસરશિપના નિર્ણયને કારણે Brazil માં X માટે કોઈપણ મથક ચલાવવામાં આવશે નહીં. કારણ કે... આ પહેલામાં બ્રાઝિલ દ્વારા X પરથી એક પોસ્ટને રદ કરવા માટેનું કહેવામાં આવ્યું હતું. જો તે પોસ્ટ હટાવવામાં નહીં, આવે તો Elon Musk ની બ્રાઝિલ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવશે. અન્ય એક અહેવાલ અનુસાર Elon Musk ને Brazil ના મુખ્ય ન્યાયાધીશ Alexandre de Moraes એ વર્ષ 2024 ની શરૂઆતમાં એક પોસ્ટ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
બ્રાઝિલ નાગરિકના X પર એકાઉન્ટ બેન કરવામાં આવ્યા
તે ઉપરાંત Elon Musk એ આ વર્ષની શરૂઆતમાં આદેશ જાહેર કર્યો હતો, બ્રાઝિલમાં મુખ્ય ન્યાયાધીશ Alexandre de Moraes ના નિર્ણય હેઠળ જે કોઈપણ Brazil નાગરિકના X પર એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે. તેમને ફરીથી એક્ટિવ કરવામાં આવશે. જોકે Elon Musk એ વર્ષ 2022 માં Twitter નું નામ બદલીને X કર્યું હતું. જોકે તે બાદ પણ X માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: તૂફાનને કારણે સાગરમાં જોવા મળતી Jellyfish અંબરમાં નજરે આવી