Gandhinagar : સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનું કાવતરું ? Gujarat First ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
- સરકારી અને ગૌચર જમીન મુદ્દે Gujarat First નો સૌથી મોટો ખુલાસો! (Gandhinagar)
- સરકારી અને ગૌચર જમીન પચાવી બેઠા છે જમીન માફિયાઓ
- ગૌચર જમીન મામલે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
- ગાંધીનગરનાં પલોડીઆ ગામે ગૌચર જમીન પચાવી પાડવાનું કાવતરું!
એક તરફ હાઈકોર્ટનાં (High Court) આદેશ બાદ સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) જ સરકારી અને ગૌચર જમીનને જમીન માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી હોવાનો મસમોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટનાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં થયો છે. ગાંધીનગર જિલ્લાનાં પલોડીઆ ગામમાં સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો - Rajkot : નવા CCTV ફૂટેજ સામે આવતા પાટીદાર અગ્રણી જયંતી સરધારાના નિવેદન સામે સવાલ!
Electrotherm Land Grabbing in Ahmedabad: કોના આર્શીવાદથી Electrotherm એ 40 વિઘા ગૌચર જમીન પર જમાવ્યો કબજો | GujaratFirst @Electrotherm #Electrotherm #Ahmedabad #GrazingLandMafia #Landgrabbing #StopLandGrab #AntiLandMafia #GujaratFirst pic.twitter.com/tYAEuRutUC
— Gujarat First (@GujaratFirst) November 27, 2024
ગુજરાત ફર્સ્ટની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!
ગાંધીનગર જિલ્લાના (Gandhinagar) પલોડીઆ ગામમાં આવેલી સરકારી અને ગૌચર જમીન પર દબાણ મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પલોડીઆ ગામમાં જઈ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન, ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું કે, પલોડીઆ ગામની (Palodia village) સરકારી અને ગૌચર જમીનને ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી અને ગૌચર જમીન પર ઇલેક્ટ્રોથર્મ કંપનીએ (Electrotherm company) વેરહાઉસ અને પાર્કિંગ બનાવી દીધું છે.
આ પણ વાંચો - ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા
ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા ગૌચર જમીન પચાવી પાડવાનો પ્રયાસ!
ઉપરાંત, તે જમીન પર સિક્યોરિટી ગાર્ડ પણ બેસાડી દીધો છે. આમ, કંપની દ્વારા ગૌચરની જમીન પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ફર્સ્ટની ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં પલોડીઆ ગામની ગૌચર જમીન (Gochar Land) પર ઇલેક્ટ્રોથર્મ કંપનીએ ગેરકાયદેસર રીતે હક જમાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ ચોંકાવનારી વિગતો બાદ અનેક સવાલ ઊભા થયા છે કે...
> કોના ઈશારા પર આટલી મોટી કંપનીએ 40 વીઘા ગૌચર જમીન પર દબાણ કર્યું ?
> સરકારી અને ગૌચર જમીન પર દબાણ કરવા કંપની પર કોના આશીર્વાદ છે ?
> કંપની દ્વારા દબાણ મામલે પંચાયત કેમ ચૂપ છે ?
> ગૌચરની જમીન પર બંધકામ કેમ થયું ?
> પાક્કો RCC રોડ કેમ નહિ ?
> કંપની દ્વારા દબાણ મામલે કયાં અધિકારીઓની મિલીભગત છે ?
> કયાં નેતાના આદેશથી કંપનીએ ગૌચરની જમીન પર દબાણ કર્યું ?
આ પણ વાંચો - BZ GROUP Scam : વિવિધ ઓફસમાંથી રૂ.16.38 લાખ રોકડ મળી : ADGP