Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ElectionsResults : ઉત્તર પ્રદેશમાં જોવા મળશે મોટો ઉલટફેર, CM યોગીની ખુરશી ખતરામાં ?

લોકસભા ચૂંટણી પરિણામમાં (ElectionsResults) ભારતીય જનતા પાર્ટીને (BJP) ઉત્તર પ્રદેશમાં (UP) મોટો ફટકો પડતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપની સાથે સાથીપક્ષોને પણ ઝટકો લાગી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ ઘણી સીટો પર પાછળ જોવા...
electionsresults   ઉત્તર પ્રદેશમાં જોવા મળશે મોટો ઉલટફેર  cm યોગીની ખુરશી ખતરામાં

લોકસભા ચૂંટણી પરિણામમાં (ElectionsResults) ભારતીય જનતા પાર્ટીને (BJP) ઉત્તર પ્રદેશમાં (UP) મોટો ફટકો પડતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપની સાથે સાથીપક્ષોને પણ ઝટકો લાગી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ ઘણી સીટો પર પાછળ જોવા મળી રહ્યો છે. જ્યારે I.N.D.I. ગઠબંધન રાજ્યમાં 80 માંથી 42 સીટો પર આગળ છે. તે જ સમયે, ભાજપના નેતૃત્વમાં NDA 37 બેઠકો પર આગળ છે. આઝાદ સમાજ પાર્ટી (ASPKR) અને અપના દલ (ADAL) એક- એક સીટ પર જીતતી જોવા મળી રહી છે.

Advertisement

શું ફેરફાર થશે?

યુપીની વોટિંગ પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભાજપ ઘણી સીટો પર પાછળ છે. પાર્ટી 30 થી વધુ સીટો ગુમાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, કોંગ્રેસ (Congress) આ વખતે મોટી લીડ કરતી જોવા મળી રહી છે. 2009 ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં મોટી લીડ મેળવતી જોવા મળી રહી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટી (SP) આજ સુધી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાના માર્ગ પર છે.

કેજરીવાલે શું કહ્યું?

આ પ્રકારની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના (AAP) વડા અરવિંદ કેજરીવાલનું (Arvind Kejriwal) એક નિવેદન ખૂબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણી બાદ યુપીમાં સત્તા પરિવર્તન થશે. યોગી આદિત્યનાથને (Yogi Adityanath) મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે.

Advertisement

લખનૌમાં (Lucknow) I.N.D.I. ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે CM યોગી આદિત્યનાથ પર મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) દિલ્હી આવ્યા છે. તેમણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો. યોગીજી, હું તમને નમ્રતાથી કહેવા માંગુ છું કે તમારા અસલી દુશ્મનો તમારી જ પાર્ટીમાં છે. આ સાથે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, પીએમ મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) તમને હટાવવા માંગે છે. તમને યુપીના સીએમ પદ પરથી હટાવવાની સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. કેજરીવાલે લોકોને કહ્યું હતું કે, જો દેશને બચાવવું હોય તો I.N.D.I. ગઠબંધનને જીતાડવું પડશે.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election 2024 Result : મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધન આગળ

આ પણ વાંચો - ELECTION RESULTS : UP થી લઈને બંગાળ સુધી આ રાજ્યમાં ભાજપને મોટું નુકસાન

આ પણ વાંચો - UP Lok Sabha Election Result 2024: યુપીમાં ભાજપને જડબાતોડ મલી રહી હાર, ભાજપ CM Yogi નું પત્તું કાપશે

Tags :
Advertisement

.