Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છત્તીસગઢમાં ફૂંકાયું ચૂંટણીનું રણશિંગુ, NOTA ને લઇને CM ભૂપેશ બઘેલે આપ્યું મોટું નિવેદન

છત્તીસગઢમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. પૂરજોશમાં ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે ભૂતકાળને જોતા મતદાન સમયે છત્તીસગઢની જનતાનો પ્રથમ વિકલ્પ કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ NOTA હોય તેવું લાગે છે. જેને લઈને હવે છત્તીસગઢના CM એ પણ NOTA પર ચર્ચાસ્પદ નિવેદન...
01:44 PM Oct 29, 2023 IST | Hardik Shah

છત્તીસગઢમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. પૂરજોશમાં ચાલતા ચૂંટણી પ્રચાર વચ્ચે ભૂતકાળને જોતા મતદાન સમયે છત્તીસગઢની જનતાનો પ્રથમ વિકલ્પ કોઈ રાજકીય પક્ષ નહીં પરંતુ NOTA હોય તેવું લાગે છે. જેને લઈને હવે છત્તીસગઢના CM એ પણ NOTA પર ચર્ચાસ્પદ નિવેદન કર્યું છે.

છત્તીસગઢમાં NOTA ને જીત-હારના માર્જિનથી વધુ વોટ મળ્યા

7મી નવેમ્બર, 2023 અને 17મી નવેમ્બર, 2023 આ બે તારીખો છે કે જયારે બે તબક્કામાં છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. રાજકીય પક્ષો જનતા જનાર્ધનનું હૃદય જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરિવર્તન થશે કે પુનરાવર્તન. જનતા નક્કી કરશે પોતાની સરકાર. હાલ છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ દ્વારા સત્તા જાળવી રાખવા અને ભાજપ દ્વારા સત્તા પ્રાપ્ત કરતા એડી ચોટીનું જોર ચૂંટણી પ્રચારમાં લગાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાયપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, "ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર મતદારો માટેના વિકલ્પ NOTA અર્થાત "ઉપરોક્તમાંથી એક પણ નહીં"ને રદ કરવું જોઈએ. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે NOTA ને જીત-હારના માર્જિનથી વધુ વોટ મળ્યા છે.

SC ના આદેશ બાદ ચૂંટણી પંચે EVM માં NOTA નું બટન ઉમેર્યું

જણાવીએ કે, સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ઉમેદવારોની યાદીના અંતે વિકલ્પ તરીકે EVM માં NOTA એટલે કે નન ઓફ ધી અબાઉ બટન ઉમેર્યું હતું. છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં 76.88 ટકા મતદાન થયું હતું, જેમાં કુલ 1,85,88,520 મતદારોમાંથી 1,42,90,497 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરોક્ત ચૂંટણીમાં કુલ 2,82,738 મતદારોએ NOTA નો વિકલ્પ પસંદ કર્યો હતો. આ જ રીતે 2019ની લોકસભા ચૂંટણીમાં 11 સંસદીય સીટ ધરાવતા છત્તીસગઢમાં 1.96 લાખથી વધુ NOTA ના વોટ પડ્યા હતા. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ, કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓના છત્તીસગઢમાં ધામા પણ જોવા મળી રહ્યા છે. હવે જોવું એ રહેશે કે આ પ્રચાર પ્રસાર, 'ગેરંટી', 'વિકાસ'ના વચનો શું જનતાનું દિલ જીતી શકશે કે આ વખતે પણ NOTA જનતાનો મનપસંદ વિકલ્પ રહેશે.

આ પણ વાંચો - રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, જયપુરના મેયર સહિત 6 નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
big statementChhattisgarh Vidhansabha ElectionCM Bhupesh BaghelElectionNOTAVidhansabha Election
Next Article