Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal માં નાગરિક બેંકની ચૂંટણી શરુ....

ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે સાંજે 7 કલાકે 30 બુથ પર મતગણતરીની પ્રક્રિયા Gondal Election...
11:49 AM Sep 15, 2024 IST | Vipul Pandya
Gondal nagarik Bank Election

Gondal Election : ગોંડલ નાગરિક બેન્કના ડિરેક્ટરોની ચૂંટણી (Gondal Election)પ્રક્રિયા શહેરના ગુંદાળા રોડ પર આવેલ કડવા પટેલ સમાજમાં હાથ ધરવામાં આવી છે. નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે પણ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે બેંકની ચૂંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે તો સામા પક્ષે પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસલ કરવા એડીચોટીનો જોર લગાવી રહ્યા છે હાલ કડવા પટેલ સમાજમાં મોટી સંખ્યામાં બેન્કના મતદારો મતદાન કરવા પોહચ્યા છે. બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

ગણેશ પણ 100% ચૂંટાશે.

ભાજપ પ્રેરીત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને વર્તમાન ચેરમેન અશોકભાઇ પીપળીયા, પૂર્વ ચેરમેન યતિષભાઈ દેસાઈએ મતદાન કર્યું હતું. પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે મેં આજે મતદાન કર્યું છે અને જ્યારે લોકોમાં પણ ઉત્સાહ છે અને ભાજપ જીતે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બીજી તરફ જ્યારે ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રમેશભાઇ ધડુકે કહ્યું હતુ કે ચૂંટણી આવે તો જેલમાંથી ચૂંટણી લડવામાં કોઈ વાંધો નથી.ગણેશ પણ 100% ચૂંટાશે.

આ પણ વાંચો----Gondalમાં આજે ખરાખરીનો જંગ..શું ગણેશ ગોંડલ.....

મતદાન માટે 30 બુથ ઉભા કરાયા

ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ કડવા પટેલ સમાજ ખાતે નાગરિક બેંકના મતદારો માટે 30 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણી ની સમગ્ર કામગીરીમાં મુખ્ય ચૂંટણી અધિકારી જે.બી. કાલરીયા તેમજ નાગરિક બેંકના 55 કર્મચારીઓ, 90 શિક્ષકો, માર્કેટિંગ યાર્ડના 30 કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવી રહ્યા છે.

મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી

નાગરીક બેંકમાં 58000 થી વધુ મતદારો છે. સવારે 9 વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ સાંજે 7 કલાકે 30 બુથ પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે મોડીરાત સુધી મતગણતરી ચાલશે. હાલ મતદાન કરવા મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પોહચ્યા છે.

ભાજપ પ્રેરિત પેનલમાં ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડે છે.

નાગરિક બેંકની 11 ડીરેકટરો ની ચુંટણીમાં કુલ 23 ઉમેદવાર મેદાનમાં છે જેમાં ભાજપ પ્રેરીત પેનલ માં અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, કિશોરભાઈ કાલરીયા, પ્રહલાદભાઇ પારેખ, હરેશભાઈ વાડોદરિયા, ઓમદેવસિંહ જાડેજા, દિપકભાઈ સોલંકી, ભાવનાબેન કાસોદ્રા, નીતાબેન મહેતા, ડો.પ્રમોદભાઇ પટેલ તથા ગણેશભાઈ જાડેજા ચુંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો----GONDAL : ગોંડલ નાગરીક બેંકની ચુંટણીમાં બંન્ને પક્ષે કાંટે કી ટક્કર

નાગરિક સહકાર સમિતિના 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે

જ્યારે કોંગ્રેસના આગેવાન યતિષભાઈ દેસાઈ પ્રેરીત નાગરિક સહકાર સમિતિની પેનલમાં યતિષભાઈ દેસાઈ, લલીતભાઈ પટોડીયા, કલ્પેશભાઈ રૈયાણી, રમેશભાઈ મોણપરા, સંદીપભાઈ હીરપરા, જયદીપભાઇ કાવઠીયા, ક્રીષ્નાબેન તન્ના, જયશ્રીબેન ભટ્ટી, વિજયભાઈ ભટ્ટ, કિશોરસિહ જાડેજા, જયસુખભાઇ પારઘી ચુંટણી લડી રહ્યા છે. જ્યારે પ્રતિપાલસિંહ ઝાલા અપક્ષ ચુંટણી લડી રહ્યા છે.

ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને કડવા પટેલ સમાજ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણી આજે યોજાઇ રહી છે ત્યારે નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે પણ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ગોંડલ શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 DYSP, 2 PI, 11 PSI, 180 પોલીસ કોન્સ્ટેબલ, LCB, SOG અને હોમગાર્ડ ના જવાનો સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા હાલ કડવા પટેલ સમાજ કે જ્યાં મતદાન મથક છે ત્યાં પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

આ પણ વાંચો----Ganesh Gondal એ Jail માંથી ભર્યું નાગરિક બેંકની ચૂંટણીનું ફોર્મ

અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ

 

Tags :
BJPCongressElectionElection of Gondal nagarik BankGanesh GondalGondal nagarik BankJairaj Singh Jadeja
Next Article